________________
(ગજનવીનું ભારત પર આક્રમણ )
વિ. સં. ૧૦૫૮ થી ૧૦૮૭ની વચ્ચે ૨૯ વર્ષની અવધિમાં મહમૂદ ગજનવીએ ભારત પર ૧૭ વખત આક્રમણ કરી ભારતના અનેક ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું અને ભયગ્રસ્ત વાતાવરણ ઊભું કર્યું. એ વખતે ભગવાન મહાવીરના પચાસમા પટ્ટધર વિજયઋષિના આચાર્યકાળ(વી. નિ. સં. ૧૫૨૪-૧૫૮૯)નો સમય હતો. પોતાના પ્રથમ અભિયાનમાં જ ગજનવીને રત્નજડિત અણમોલ આભૂષણો, સોનામહોરો, હાથી આદિ સ્વરૂપે અપાર ધન-સંપદા પ્રાપ્ત થઈ. આમ, “સોનાની ચીડિયા' ભારતના ધનથી પોતાના દેશને સમૃદ્ધ અને માલામાલ બનાવવા માટે કુલ ૧૭ વખત ભારતના વિભિન્ન ભાગો પર આક્રમણ કર્યા અને ભરપૂર લૂંટ ચલાવી. ભારત પરનાં સશસ્ત્ર આક્રમણોથી ગજનવીએ માત્ર આપણા દેશની સંપત્તિની બેફામ લૂંટ ચલાવી, એટલું જ નહિ, ભારતનાં અનેક પવિત્ર તીર્થસ્થળો અને મંદિરોને ધ્વંસ કર્યા, મૂર્તિઓ તોડી અને ભીષણ જનસંહાર કરી અનેક નગરો ને ગ્રામનિવાસીનું બળજબરીથી ધર્મપરિવર્તન પણ કરાવ્યું.
મહમૂદના પિતા સુબુતગીનના મૃત્યુ બાદ લાહોરના રાજા જયપાલે વિ. સં. ૧૦૩૪માં સ્વીકારેલા ગજનીના આધિપત્યનો ઈન્કાર કર્યો. જયપાલે પોતાને સ્વતંત્ર ઘોષિત કરી, ગજનવીની હકૂમતને - સાલિયાણું આપવાનું બંધ કર્યું. જયપાલના આ પગલાથી નારાજ થઈ મહમૂદે વિ. સં. ૧૦૫૮માં એક મોટી સેના લઈ લાહોર તરફ પ્રયાણ કર્યું. લાહોરના રાજા જયપાલે પણ એક શકિતશાળી સેના તૈયાર કરી. જયપાલની સેનામાં ૩૦૦ હાથીઓ પણ સામેલ હતા. તેમણે પેશાવરની પાસે મહમૂદ ગજનીની સેનાનો માર્ગ રોક્યો. બંને સેના વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ઘોર સંગ્રામ બાદ મહમૂદે રાજા જયપાલને તેના ભાઈ, પુત્ર આદિ ૧૫ આત્મીયજનો સાથે કેદ કરી લીધો. મહમૂદ ગજનવીને આ લૂંટમાં વિપુલ માત્રામાં સંપત્તિ મળી. જેમાં ૧૬ રત્નજડિત બહુમૂલ્ય હાર પણ હતા. રત્નપારખુ ઝવેરીઓએ એક હારનું મૂલ્ય ૧,૮૦,૦૦૦ સુવર્ણ દીનાર બરાબર જણાવ્યું. લૂંટમાં પ્રાપ્ત કરેલી આ સંપત્તિ સિવાય મહમૂદે કેદ કરેલા જયપાલને ત્રણ મહિનાના કારાવાસ પછી મુક્ત કરવા માટે પણ યથેચ્છા ધન પ્રાપ્ત કર્યું. જૈન ધર્મનો મોલિક ઇતિહાસ : (ભાગ-૪) 96969696969696969696969 ૫૩ |