________________
પરિવર્તિત સ્વરૂપે આજે પણ સુવિહિત ગણાતી પરંપરાઓમાં મુખ્ય ધાર્મિક કાર્યોમાં વિદ્યમાન છે.
બીજી તરફ દ્રોણાચાર્યના આ પગલાનું સુવિહિત પરંપરા માટે એ દુષ્પરિણામ આવ્યું કે ધર્મની વિશુદ્ધ મૂળ પરંપરા સ્વરૂપમાં ચૈત્યવાસીઓ દ્વારા પ્રવિષ્ટ થયેલી અનેક પ્રકારની વિકૃતિઓ ભળી ગઈ. દ્રોણાચાર્યની દૂરદર્શિતાપૂર્ણ સમન્વયવાદી નીતિએ, સંપર્ક સહયોગે વસતિવાસી પરંપરાની ધર્મક્રાંતિને લાંબા સમય સુધી ઠંડી કરી દીધી. એકમાત્ર આગમના આધારે સર્વ પ્રકારની વિકૃતિઓને દૂર કરી ધર્મના વિશુદ્ધ સ્વરૂપની પુત્તુપ્રતિષ્ઠાનું વર્ધમાનસુરિનું સ્વપ્ન દ્રોણાચાર્યની અનોખી સૂઝબૂઝના પરિણામે સાકાર ન થઈ શક્યું. દ્રોણાચાર્યની દૂરદર્શિતાએ એમને સુવિહિત પરંપરામાં પણ અમર કરી દીધા. જ્યાં સુધી અભયદેવસૂરિ દ્વારા નિર્મિત નવાંગી વૃત્તિઓ પ્રચલિત રહેશે ત્યાં સુધી અભયદેવસૂરિની સાથે સાથે દ્રોણાચાર્યનું નામ પણ સાધકો દ્વારા સ્મૃતિમાં રહેશે.
અભયદેવસૂરિ પ્રત્યે સમન્વયપરક પારસ્પરિક સહયોગનો હાથ આગળ વધારી, એમના પ્રત્યે અસીમ સન્માન પ્રદર્શિત કરી દ્રોણાચાર્યએ અભયદેવસૂરિ દ્વારા રચિત વૃત્તિઓને સંશોધિત કરવાની એમની પાસેથી સ્વીકૃતિ પ્રાપ્ત કરીને વૃત્તિઓને શોધિત પણ કરી. એ વાતથી એવું અનુમાન લગાવી શકાય કે દ્રોણાચાર્યએ વૃત્તિઓનું સંશોધન કરતી વખતે પોતાની ચૈત્યવાસી પરંપરાની થોડી માન્યતાઓ પણ એ વૃત્તિઓમાં દાખલ કરવાનો પ્રયાસ કર્યો હોય. અભયદેવસૂરિનો પ્રગાઢ વિશ્વાસ પ્રાપ્ત કર્યા બાદ એમણે એ વિશ્વાસનો આ રીતે લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોય તો એમાં આશ્ચર્યની વાત નથી. સંભવ છે કે આ સ્વર્ણિમ અવસરથી લાભ ઉઠાવી પોતાની પરંપરાની થોડી ઘણી માન્યતાઓને એ વૃત્તિઓમાં સમાવિષ્ટ કરવાના લોભનું સંવરણ ન કરી શક્યા હોય. આ સર્વ તથ્યોના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી ચૈત્યવાસી પરંપરાના પ્રધાનાચાર્ય દ્રોણસૂરિનું જીવનવૃત્ત જૈન ઇતિહાસમાં ખૂબ મહત્ત્વપૂર્ણ સિદ્ધ થાય છે.
૫૨
ઉજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)