________________
છે. એનાથી વિપરીત ખરતરગચ્છ બૃહદ્ ગુર્વાવલી'માં સૂરાચાર્યને દ્રોણાચાર્યના પૂર્વવર્તી આચાર્ય બતાવ્યા છે. ઉપરોક્ત પટ્ટાવલીમાં લિખિત સૂરાચાર્ય અને દ્રોણાચાર્યનાં નામ જોઈને વાચકોને સહજ આભાસ થવા લાગે કે દ્રોણાચાર્ય એમનાથી પૂર્વમાં વર્ણિત સૂરાચાર્યના શિષ્ય હતા.
ઐતિહાસિકકાળ-ગણના અનુસાર સૂરાચાર્યનો સમય અથવા એમનું અસ્તિત્વ વિ. સં. ૧૦૮૦ સુધી નિશ્ચિત થાય છે. અભયદેવસૂરિ અને દ્રોણાચાર્ય બંને સમકાલીન અને એક બીજા પ્રત્યે પૂર્ણ સૌહાર્દભાવ રાખનાર આચાર્ય હતા. અભયદેવસૂરિએ સ્થાનાંગ વૃત્તિ અને જ્ઞાતાધર્મકથાંગ વૃત્તિનું નિર્માણ વિ. સં. ૧૧૨૦માં કર્યું. આ બંને વૃત્તિઓનું સંશોધન દ્રોણાચાર્યએ કર્યું. આ ઐતિહાસિક તથ્યથી દ્રોણાચાર્યની સત્તા વિ. સં. ૧૧૨૦ની સિદ્ધ થાય છે. એનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે - વિ. સં. ૧૦૮૦માં સૂરાચાર્ય ચૈત્યવાસી પરંપરાના પ્રધાનાચાર્ય હતા અને તેમના ૪૦ વર્ષ બાદ ચૈત્યવાસી પરંપરાના પ્રધાનાચાર્યપદ પર દ્રોણાચાર્ય વિદ્યમાન હતા. એનાથી સહજ સિદ્ધ થાય છે કે સૂરાચાર્ય દ્રોણાચાર્યના પૂર્વવર્તી આચાર્ય હતા અને સંભવતઃ દ્રોણાચાર્યના ગુરુ પણ હતા.
ચૈત્યવાસી પરંપરાના પ્રધાનાચાર્ય દ્રોણસૂરિએ સુવિહિત પરંપરાના આચાર્ય અભયદેવસૂરિની સાથે સદ્ભાવ અને આદર દર્શાવી પોતાની પરંપરાની ખરડાતી પ્રતિષ્ઠાને પુનઃ પ્રતિષ્ઠિત કરી. પોતાની પરંપરાનો ગઢ તૂટતો બચાવ્યો અને સુર્દઢ કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. દ્રોણાચાર્યની આ દૂરદર્શિતાનું ચૈત્યવાસી પરંપરા માટે સુખદ પરિણામ એ આવ્યું કે જે ચૈત્યવાસી પરંપરા વિક્રમની અગિયારમી શતાબ્દી સમાપ્ત થવાની સાથે જ આર્ય ધરતી પરથી સમાપ્ત થનાર હતી, એ પુનર્જીવિત થઈ અને વિક્રમથી સત્તરમી શતાબ્દીના અંતિમ ચરણ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું. અંતે સત્તરમી સદીમાં ચૈત્યવાસી પરંપરા સમાપ્ત થઈ ગઈ, પણ દ્રોણાચાર્યની સૂઝબૂઝ અને દૂરદર્શિતાના પરિણામે ચૈત્યવાસી પરંપરા દ્વારા આવિષ્કૃત અનેક પ્રકારની અનાગમિક માન્યતાઓ, આગમ વિરુદ્ધ અનુષ્ઠાન, બાહ્યાડંબર આદિ અમુક તો પોતાના મૂળ સ્વરૂપે અને કંઈક જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) DHOK
૫૧