________________
અભયદેવસૂરિએ વાચન સાંભળતી વખતે જ્યારે એમ જોયું કે દ્રોણાચાર્ય જે પદમાં સંદેહ થાય તેવા પદની વ્યાખ્યા કર્યા વગર આગળ વધે છે, તો બીજા દિવસે પોતાની સાથે એ અંગશાસ્ત્રની વૃત્તિના એ સંદેહાસ્પદ અંશોને દ્રોણાચાર્ય પાસે લઈ ગયા અને વિનમ્રભાવે કહ્યું : “અંગસૂત્રો પર વ્યાખ્યાન પૂર્વે આપ આ વાંચી જાવ. આમાં એ સૂત્રો વિશે વિવરણ છે, જેનાથી આપને વ્યાખ્યાનમાં સહાયતા મળશે.” અંગવૃત્તિના એ પત્રોને ત્યાં ઉપસ્થિત ચૈત્યવાસી આચાયોએ પણ જોયા - વાંચ્યા. સર્વ આચાર્ય આશ્ચર્ય સાથે અભિભૂત થયા. દ્રોણાચાર્યએ પણ આદર વ્યક્ત કર્યો. આગમના ગૂઢાર્થને આટલી સરળ, સુબોધગમ્ય ભાષામાં વર્ણિત જોઈને દ્રોણાચાર્યના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓ અભયદેવસૂરિથી ખૂબ પ્રભાવિત થયા. એમણે અભયદેવસૂરિને અભ્યત્યાનપૂર્વક સન્માન આપ્યું અને અભયદેવસૂરિને જણાવ્યું : “આપ જેટલી પણ વૃત્તિઓનું નિર્માણ કરશો, એ સર્વ વૃત્તિઓનું હું સંશોધન કરીશ.”
ખરતરગચ્છ બૃહદ્ ગુર્નાવલી’ના ઉપર વર્ણિત ઉલ્લેખના અંતિમ અંશની પુષ્ટિ સ્વયં અભયદેવસૂરિએ સ્થાનાંગ વૃત્તિ, જ્ઞાતધર્મકથાગ વૃત્તિ અને ઔપપાતિક સૂત્ર વૃત્તિની પ્રશસ્તિઓમાં કરી છે. એમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે - “નિવૃત્તિકુળના પ્રમુખ આચાર્ય દ્રોણસૂરિએ મારી આવૃત્તિઓનું સંશોધન કર્યું.'
પ્રભાવક ચરિત્ર'માં દ્રોણાચાર્યના સંબંધમાં એક ઉલ્લેખ દૃષ્ટિગોચર થાય છે કે – “અણહિલપુર-પાટણમાં ગુર્જરેશ્વર ભીમ નામનો રાજા હતો. એના રાજગુરુનું નામ દ્રોણાચાર્ય હતું. આચાર્ય દ્રોણનો જન્મ ક્ષત્રિયકુળમાં થયો અને તે રાજા ભીમના મામા હતા. દ્રોણાચાર્યએ બાલ્યાવસ્થામાં જ શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી લીધી અને તેઓ આચાર્યપદે પ્રતિષ્ઠિત થયા. એનાથી એ અનુમાન થઈ શકે કે ચૈત્યવાસી પરંપરાના આચાર્ય દ્રોણ, પ્રભાવક ચરિત્રમાં વર્ણિત ક્ષત્રિય કુળોત્પન્ન દ્રોણાચાર્ય હોઈ શકે છે.”
પ્રભાવક ચરિત્રકારે' સૂરાચાર્ય નામના એક પ્રભાવક આચાર્યને દ્રોણાચાર્યના પશ્ચાદ્દવર્તી અને એમને પોતાના શિષ્ય આચાર્ય બતાવ્યા ૫૦ 9િ6969696969999999 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)