________________
કે પ્રત્યેક પ્રદેશના પ્રત્યેક ખંડની શાખામાં અને ઉપખંડોની ઉપશાખાઓમાં સ્થાનીય અને અડોશ-પડોશનાં ક્ષેત્રોમાં સમુચિત શિક્ષણ આપવાની વ્યવસ્થા હતી.
ચૈત્યવાસી પરંપરાના પ્રધાનાચાર્ય આગમોમાં પણ જ્ઞાતા હતા. તેઓ પોતાના અધીનસ્થ અથવા આજ્ઞાનુવર્તી દરેક આચાર્યોને આગમોનું અધ્યયન પણ કરાવતા હતા. આ ઉલ્લેખથી જણાય છે કે ચૈત્યવાસી પરંપરામાં શાસ્ત્રજ્ઞાન પ્રત્યે અભિરુચિ અને જાગરુકતા હતી. અનુમાન થઈ શકે કે દેશના વિભિન્ન ભાગોમાં આવેલા દરેક મઠોમાં શ્રમણ-શ્રમણીવર્ગને શાસ્ત્રોનું અધ્યયન કરાવવાની વ્યવસ્થા પણ હશે. ત્યાં સમુચિત શિક્ષણના માધ્યમથી વિદ્વાન અને સેવાભાવી સદ્દગૃહસ્થ પણ તૈયાર થતા હશે.
એ તો સ્પષ્ટ છે કે વિક્રમની બારમી સદીમાં ચૈત્યવાસી પરંપરા માત્ર ગુર્જર પ્રદેશની જ નહિ, પણ દેશના વિભિન્ન ભાગોની બહુજન સંમત એક મોટી શક્તિશાળી પરંપરા હતી. આ પરંપરામાં ચોર્યાશી ગચ્છ હતા અને એ દરેક ગચ્છના પૃથક પૃથક ચોર્યાશી આચાર્ય હતા; તેમ છતાં દરેક ગચ્છ એકસૂત્રમાં બંધાયેલા હતા. દ્રોણાચાર્ય એ સર્વમાં પ્રધાનાચાર્ય હતા. એમનો આદેશ દરેક ગચ્છના આચાર્યથી લઈ સામાન્ય સદસ્ય સુધી અનિવાર્યરૂપે શિરોધાર્ય ગણાતો. આ રીતે, દ્રોણાચાર્ય વિક્રમની અગિયારમી-બારમી સદીના ચૈત્યવાસી પરંપરાના એક સર્વશક્તિસંપન્ન મહાન આચાર્ય હતા.
ખરતરગચ્છ બૃહદ્ ગુર્નાવલી'માં એમની બાબતે જે પરિચય પ્રાપ્ત થાય છે તે મુજબ તેઓ ચૈત્યવાસી પરંપરાના પ્રમુખ આચાર્ય અને આગમજ્ઞાતા હતા. તેઓ પોતાના આજ્ઞાનુવર્તી આચાર્યોના વિશાળ સમૂહને આગમોની વાચના પણ આપતા હતા. એ વખતે આચાર્ય અભયદેવસૂરિએ પાટણનગરીની કરડિહટ્ટી વસતિમાં વૃત્તિઓના નિર્માણકાર્યનો પ્રારંભ કર્યો, એ વખતે તેમને જાણ થઈ કે દ્રોણાચાર્ય પોતાના આજ્ઞાનુવર્તી આચાર્યોને આગમોની વાચના પ્રદાન કરી રહ્યા છે; તો તેઓ પણ એમની પાસે આગમોની વાચના સાંભળવા જવા લાગ્યા. દ્રોણાચાર્યએ એમને સન્માનપૂર્વક પોતાની નજીક બેસાડ્યા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪) 99696969696969696969694 ૪૯]