________________
મહમૂદની જેલમાંથી મુક્ત થયેલા રાજા જયપાલે પોતાના પુત્રને રાજ્ય સોંપી દીધું. એ વખતના ક્ષત્રિય રાજાઓમાં પ્રચલિત પારંપરિક રીતિનીતિનું અનુસરણ કરતાં, બે વખત યુદ્ધમાં પરાજિત થવાના કારણે અગ્નિપ્રવેશ કરી પોતાના જીવનનો અંત લાવ્યા.
આ ઘટનાના અમુક વર્ષ પછી મુલતાનના અબુલ ફતહ દાઉદ નામના શાસકે પોતાને સ્વતંત્ર ઘોષિત કરી મહમૂદને સાલિયાણું આપવાનું બંધ કરી દીધું. મહમૂદ જે વખતે દાઉદ પર આક્રમણ કરવા આવ્યો એ વખતે આનંદપાલે મહમૂદથી પ્રતિશોધ લેવા માટે દાઉદની સહાયતા કરી. એનાથી ક્રોધિત થઈને મહમૂદે વિ. સં. ૧૦૬૬માં આનંદપાલની વિરુદ્ધ સૈનિક અભિયાન ચલાવ્યું.
ત્યાં સુધીમાં ભારતના અનેક રાજાઓના મનમાં મુગલોના આક્રમણથી એવી ભાવના જાગૃત થઈ ગઈ હતી કે મુસલમાનોના રાજ્યને યેન કેન પ્રકારે ભારતમાંથી ઉખાડી ફેંકવા માટે એક થઈને યુદ્ધ કરવું જોઈએ. આનંદપાલે ભારતના વિભિન્ન રાજાઓને દૂત મોકલી મહમૂદના સૈનિક અભિયાનને વિફળ કરવા અને તેની સૈનિકશક્તિને નષ્ટ કરવાના હેતુથી સૈનિક સહાય માંગી. મુસ્લિમ આતતાયીને સદાયને માટે ભારતથી ખદેડવા માટે ભારતીય માનસમાં એક લહેર જાગી. ભારતના વિભિન્ન ભાગોમાંથી મહિલાઓએ પણ પોતાનાં ઘરેણાં વેચી ધનરાશિ એકત્ર કરી અને મહમૂદનાં સૈનિક-અભિયાન વિરુદ્ધ યુદ્ધ માટે તે ધનરાશિ આનંદપાલને મદદ તરીકે મોકલી. ઉજ્જૈન, ગ્વાલિયર, કાલિંજર, કનોજ, દિલ્હી અને અજમેરના શાસક પણ પોતપોતાની સેનાઓ સાથે આનંદપાલની સહાયતા અર્થે મહમૂદ સાથે યુદ્ધ કરવા તત્પરતાપૂર્વક ઉપસ્થિત થયા. ભારતીય સેનાઓએ લગભગ ૪૦ દિવસ સુધી પેશાવરની પાસે છાવણી રાખી. લાંબી પ્રતીક્ષા પછી મહમૂદની સેના ભારતીય સેનાની સામે આવી. મહમૂદે પોતાના ધનુર્ધારીઓને બાણવર્ષા દ્વારા ભારતીય સેનામાં ભાગદોડ મચાવવા આદેશ આપ્યો. ૩૦,૦૦૦ ગક્ષર યોદ્ધાઓએ પૂરી બહાદુરીથી નિરંતર આગળ વધતાં રહી મહમૂદના ધનુર્ધારીઓને પરાસ્ત કરી પાછળ ધકેલતા રહ્યા. મહમૂદની સેનાના મધ્યભાગ સુધી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૫૪