________________
ખરતરગચ્છીયા કતિષય પટ્ટાવલીઓમાં અભયદેવસૂરિનો સ્વર્ગો રોહણકાળ વિ. સં. ૧૧૩૫નો ઉલ્લેખ છે. તથા અન્ય માન્યતાનુસાર એમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૧૩૯માં કપડવંજમાં થયાનો ઉલ્લેખ પણ છે. પ્રભાવક ચરિત્રકારે અભયદેવસૂરિના સ્વર્ગગમનકાળનો ઉલ્લેખ કર્યો નથી, અને માત્ર એટલું જ લખ્યું છે કે – “અભયદેવસૂરિ પાટણ નગરમાં પાટણના રાજા કર્ણરાજના શાસનકાળમાં સ્વર્ગસ્થ થયા.” આ બાબતે તથ્યાતથ્યના પ્રતિપ્રેક્ષ્યમાં વિચાર કરતાં અભયદેવસૂરિનો સ્વર્ગારોહણકાળ વિ. સં. ૧૧૩૫ને બદલે વિ. સં. ૧૧૩૯ની સંભાવના વધારે તર્કસંગત છે.
એ તો ઐતિહાસિક તથ્ય છે કે વર્ધમાનસૂરિ દ્વારા થયેલા ક્રિયાદ્વારના પરિણામ સ્વરૂપે શતાબ્દીઓથી સુદૃઢ ચાલી આવતી ચૈત્યવાસી પરંપરાની આધારશિલા વિક્રમની અગિયારમી શતાબ્દીના અંતિમ ચરણમાં હચમચી ગઈ. અણહિલપુર-પાટણના રાજા દુર્લભરાજની રાજસભામાં આયોજિત શાસ્ત્રાર્થમાં જિનેશ્વરસૂરિએ ચૈત્યવાસીઓને પરાસ્ત કરી શિથિલાચાર અને અનાગમિક આચાર-વિચારની ધાત્રી ચૈત્યવાસી પરંપરાનાં મૂળિયાં હચમચાવી નાખ્યાં. ભગવાન મહાવીર દ્વારા ઉઘાટિત મુક્તિના મૂળ માર્ગથી ભટકી ગયેલાં નર-નારી વિશ્વકલ્યાણકારી જૈન ધર્મના સાચા સ્વરૂપથી અવગત થયા. વિપથગામી શ્રાવક-શ્રાવિકાઓ આશ્વસ્ત થઈને પુનઃ મુક્તિના મૂળ સત્પથ પર આરૂઢ થવા લાગ્યા.
આ અપ્રત્યાશિત પરાજયના કારણે પરિવર્તિત પરિસ્થિતિઓના પરિણામ સ્વરૂપે ચૈત્યવાસી પરંપરાની પ્રતિષ્ઠાને આઘાત લાગ્યો. આ વાતથી અનુમાન લગાવી શકાય કે શરૂઆતમાં ચૈત્યવાસી પરંપરાએ વસતિવાસી પરંપરાની સાથે વિરોધાત્મક વ્યવહાર જ કર્યો હશે. પરંતુ જ્યારે ચૈત્યવાસી પરંપરાના કર્ણધાર વિદ્વાન અને દૂરદર્શી આચાર્યોએ એવો અનુભવ કર્યો હશે કે વસતિવાસી પરંપરાના આગમિક ઉપદેશોથી પ્રભાવિત થઈ જનમાનસ એમની તરફ આકર્ષિત થઈ રહ્યો છે, ત્યારે ચૈત્યવાસીઓએ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા પોતાનાં આચારવિચાર, કાર્યરીતિ-નીતિમાં ધીમે ધીમે આંશિક પરિવર્તન કર્યા હશે, ૪૬ 99999999999થી જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪).