________________
સત્ય પ્રત્યે અભયદેવસૂરિના પરમ પ્રગાઢ પ્રેમગુણને પ્રગટ કરનારું પ્રબળત્તમ પ્રમાણ છે.
અભયદેવસૂરિના આ પ્રકારના ગુણને એનાથી પણ અધિક સ્પષ્ટ રૂપે ઉદ્ઘાટિત કરતું બીજું પ્રબળ પ્રમાણ છે એમના દ્વારા રચિત “આગમ અષ્ટોત્તરી'ની ઐતિહાસિક ગાથા, જેના પર ઇતિહાસ ગ્રંથમાળાના તૃતીય ભાગમાં યથાશક્ય પ્રકાશ પાડવામાં આવ્યો છે. એ ગાથા આ પ્રકારે છે -
देवड्ढिखमासमण जा, परंपरं भावओ वियाणेमि । सिढिलायारे ठविया, दव्वओ परंपरा बहुआ ॥
અર્થાત્ - હું એ સારી રીતે માનું છું કે આર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની વિદ્યમાનતા (વી. નિ. સં. ૧૦૦૦) સુધી, આપણી આર્ય ધરા પર શ્રમણ ભગવાન મહાવીરના ધર્મસંઘમાં વિશુદ્ધ મૂળ ભાવ પરંપરા ચાલતી રહી અથવા પ્રવાહિત રહી. પરંતુ દેવર્ધિગણિના સ્વર્ગવાસ પછી વિશુદ્ધ મૂળ પરંપરાના પક્ષધર શિથિલાચાર-પરાયણ થઈ ગયા અને પ્રભુના ધર્મસંઘમાં અનેક પ્રકારની દ્રવ્ય પરંપરાઓ પ્રચલિત થઈ ગઈ.
આ રીતે નિષ્પક્ષ ભાવથી નિર્ભક રીતે અભયદેવસૂરિ જે તથ્ય સામે લાવ્યા એ વાતથી તેમની સત્યપ્રિયતાના મહાન ગુણનો પરિચય થાય છે.
અભયદેવસૂરિનું સમગ્ર જીવન જિનશાસનનાં ઉત્કર્ષકારી કાર્યો માટે સમર્પિત રહ્યું. વિક્રમ સં. ૧૦૮૮મા સોળ વર્ષની વયે એમને આચાર્યપદે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આ વાતથી જ સહજ અનુમાન થઈ શકે કે તેઓ અસાધારણ પ્રતિભાના ધારક હતા. ૫૧ વર્ષ સુધી આચાર્યપદ પર રહીને તેમણે વિશાળ વૃત્તિ સાહિત્ય સિવાય વિવિધ વિષયો પર વિપુલ સાહિત્યની રચના કરી. વિક્રમ સંવત ૧૧૩૯માં જે વખતે તેઓ કપડવંજ(ગુર્જર પ્રદેશ)માં બિરાજમાન હતા એ વખતે એક દિવસ તેમણે પોતાની આયુષ્યની અવધિ સમાપનનો સમય નજીક જાણ્યો, એટલે આલોચનાપૂર્વક અનશન કરી સમાધિપૂર્વક ૬૭ વર્ષની આયુ પૂર્ણ કરી સ્વર્ગસ્થ થયા. ખરતરગચ્છ બૃહદ્ ગુર્નાવલીકારે સ્વર્ગસ્થ હોવાના સમયનો નિર્દેશ આપ્યો નથી અને માત્ર એટલું જ લખ્યું છે કે – “તેઓ પાટણમાં સમાધિપૂર્વક ચતુર્થ દેવલોકમાં ગયા.” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-) 99963696969696969690 ૪૫ |