________________
પણ અહીં નથી; તેથી રાજા પણ ન્યાયવાદી હોવાના કારણે માની જાય કે ઉપાસકોના અભાવમાં વસતિવાસીઓને અહીં રહેવા દેવા જોઈએ નહિ.” આવી વાત સાંભળીને તરત શ્રી જિનેશ્વરસૂરિએ કહ્યું : “અહીં કોઈને કોઈ અધિકારી કે મંત્રીના ગુરુઓ છે. સહુ ચૈત્યવાસી આચાર્યોનો દરેકની સાથે સંબંધ છે. અમે તો નવાગંતુકો છીએ, તેથી અમારો કોની સાથે સંબંધ હોય ?” આ વાત સાંભળી દુર્લભરાજે દઢ સ્વરમાં કહ્યું : આપનો અમારી સાથે સંબંધ છે.”
જિનેશ્વરસૂરિએ પોતાની વાતનું ભારપૂર્વક પુનરાવર્તન કરતાં કહ્યું: મહારાજ ! અહીં ઉપસ્થિત દરેક આચાર્યનો કોઈને કોઈ સાથે સંબંધ હોવાના કારણે આ સર્વ કોઈને કોઈ સદસ્યના, અધિકારીના ગુરુ છે, આજ સુધી અહીંના લોકો સાથે અમારો ખાસ સંપર્ક ન થવાના કારણે અમારે કોઈની સાથે સંબંધ નથી કે અમે કોઈના ગુરુ નથી.”
આ વાત સાંભળીને રાજા દુર્લભરાજે તત્કાળ એ નવાગંતુક વસતિવાસી મુનિઓને પોતાના ગુરુ તરીકે સ્વીકારી લીધા. ગુરુપદે સ્વીકાર્યા બાદ રાજાએ કહ્યું : “અમારા ગુરુ આ રીતે નીચે બેસે તે યોગ્ય નથી. મારા અંદરણીય ગુરુઓ માટે રત્નજડિત વસ્ત્રોમાંથી નિર્મિત સાત-સાત ગાદીઓ લાવવામાં આવે.”
રાજાની વાત સાંભળી સેવકો સેવા-તત્પર થયા. તરત જિનેશ્વરસૂરિએ કહ્યું: “મહારાજ ! સાધુઓ માટે ગાદી પર બેસવું અકલ્પનીય છે. ધર્મનીતિ મુજબ ગાદી પર બેસવાથી સંયમમાં દોષ આવે છે. ગાદી પર બેસવું એ વિભૂષાની ગણનામાં પણ આવે છે અને વિભૂષા સાધુ માટે વર્જિત છે. હે નૃપશિરોમણિ ! ગાદી પર બેસવાથી સાધુ લોકોમાં હાંસીને પાત્ર બને છે. કારણ કે સાધુનો મૂળ ગુણ છે ત્યાગ. અને ગાદી ભોગ અને વૈભવનું પ્રતીક છે. ગાદી પર બેસવાથી સાધુમાં શિથિલતા આવે છે. આ સર્વ દોષોને ધ્યાનમાં રાખતા ગાદી પર બેસવાનું વર્જિત માનવામાં આવે છે.”
મહારાજ દુર્લભરાજે જિનેશ્વરગણિને પૂછ્યું : “આપ લોકો કેવા સ્થાનમાં રહો છો?” જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 963696969696969696968 ૨૭ ]