SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મળવાની છે, તેથી તેઓ મૌન જાળવીને બેસી રહ્યા. એટલે રાજાએ તરત પોતાના અધિકારીઓને આજ્ઞા આપી કે - “આમના મઠમાં જઈ શાસ્ત્રોનાં પોટલાં લઈ આવો.” રાજાની આજ્ઞાને શિરોધાર્ય કરી રાજ્યના અધિકારીઓ ચૈત્યવાસીઓના મઠમાં ગયા અને ત્યાંથી આગમો લઈને શીઘ્રતાપૂર્વક દુર્લભરાજની સેવામાં પાછા ફર્યા. એ શાસ્ત્રોનાં પોટલાં તરત ખોલવામાં આવ્યાં. એ શાસ્ત્રોમાં ચૌદ પૂર્વધર આચાર્ય સäભવ દ્વારા રચિત દશવૈકાલિક સૂત્રની પ્રત જ સર્વપ્રથમ હાથ આવી. એમણે દશવૈકાલિક સૂત્રમાંથી તેને આઠમા અધ્યયનની નિમ્નલિખિત ગાથા દર્શાવી : अन्नट्ठ पगडं लेणं, भइज्ज सयणासणं । उच्चारभूमि संपन्नं, इत्थीपसुविवज्जियं ॥ અર્થાત્ ગૃહસ્થ જે ઘર સાધુ માટે નહિ પણ બીજા માટે કે પોતાના માટે બનાવ્યું હોય, જે ઘરમાં મળ-મૂત્રાદિ વિસર્જન માટેની જગ્યા હોય અને જે ઘર સ્ત્રી, પશુ આદિથી રહિત હોય, એ ઘરમાં સાધુએ રહેવું જોઈએ. જે શય્યા અર્થાત્ પીઠ, ફલક, પાટ આદિ ગૃહસ્થ પોતાના માટે બનાવ્યા હોય એને સાધુ પોતાના ઉપયોગ માટે ગૃહસ્થ પાસેથી લઈ શકે છે. પંડિત જિનેશ્વરગણિએ આ ગાથા અને તેના અર્થને સભ્યોની સમક્ષ રજૂ કરતાં કહ્યું : “આ પ્રકારની વસતિમાં, આ પ્રકારના ઘરમાં સાધુએ રહેવું જોઈએ, દેવગૃહમાં નહિ.” રાજાએ નિર્ણાયક સ્વરમાં કહ્યું : “બિલકુલ ઠીક અને યુક્તિસંગત તથ્ય છે.” બધા અધિકારીઓને જણાયું કે તેમના ગુરુ નિરુત્તર થઈ ગયા છે. નિરુત્તર થયેલા ગુરુઓની સહાયતા કરવા દરેક રાજ્યાધિકારી કહેવા લાગ્યા : “અમારામાંથી દરેકના ચૈત્યવાસી ગુરુઓ છે. રાજા અમને તથા અમારા ગુરુઓને પ્રમાણભૂત ગણે છે.” એમના કહેવાનું તાત્પર્ય એ હતું કે - “અમે સહુ ચૈત્યવાસી આચાર્યોના ઉપાસક છીએ અને આ વસતિવાસીઓનો તો કોઈ ઉપાસક [ ૨૬ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪)
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy