SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાર બાદ વાદ માટે પોતાનો પૂર્વપક્ષ પ્રસ્તુત કરતાં ચૈત્યવાસીઓના પ્રમુખ સૂરાચાર્યએ કહ્યું : “જે મુનિ વસતિમાં રહે છે, તેઓ પ્રાયઃ પદર્શન બાહ્ય છે. ષદર્શનમાં ક્ષપણક, જટી આદિ આવે છે. પોતાના પક્ષને પરિપૃષ્ટ કરવા માટે સૂરાચાર્યએ નવ્યવાદ પુસ્તકમાંથી ઉલ્લેખ વાંચી સંભળાવવા પુસ્તક હાથમાં લીધું. જિનેશ્વરગણિએ તત્કાળ વચ્ચે ટોકતાં અણહિલપુર-પાટણના રાજાને ઉદ્દેશીને કહ્યું : “શ્રી દુર્લભ મહારાજ ! આપના રાજ્યમાં પૂર્વપુરુષો દ્વારા નિર્ધારિત નીતિ ચાલુ છે કે આજકાલના પુરુષો દ્વારા નિર્મિત નીતિ?” રાજાએ તત્કાળ કહ્યું : “અમારા દેશમાં પૂર્વપુરુષો દ્વારા નિર્મિત અને નિર્ધારિત નીતિ ચાલે છે, અન્ય કોઈ નીતિ ચાલતી નથી.” | જિનેશ્વરસૂરિએ રાજાનો ખુલાસો સાંભળી ઉમેર્યું : “મહારાજ ! અમારા ધર્મમાં પણ ગણધરો અને ચતુર્દશ પૂર્વધર શ્રુતકેવળીઓએ જે ધર્મમાર્ગ પ્રદર્શિત કર્યો છે એ જ પ્રમાણભૂત ગણાય છે. ગણધરો અને ચતુર્દશ પૂર્વધરો સિવાય અન્ય કોઈ દ્વારા પ્રદર્શિત માર્ગને અમારા મતમાં કદાપિ માન્ય કે પ્રમાણભૂત ગણવામાં આવતો નથી.” દુર્લભરાજ મહારાજે તત્કાળ કહ્યું: “આ વાત પૂર્ણતઃ ઉચિત અને યુક્તિસંગત છે.” - રાજા દ્વારા પોતાની વાતનું સમર્થન થતાં જિનેશ્વરસૂરિએ કહ્યું : રાજન્ ! અમે લોકો ખૂબ દૂરથી આવીએ છીએ, એટલે અમારી પાસે અમારા પૂર્વસૂરિ ગણધરો અને ચતુર્દશ પૂર્વધરો દ્વારા રચિત આગમગ્રંથો લાવી શક્યા નથી, તેથી આપને વિનંતી છે કે આ ચૈિત્યવાસીઓના મઠોમાંથી પૂર્વપુરુષો દ્વારા રચિત ગ્રંથો આપ મંગાવી આપો, જેથી સન્માર્ગ અને ઉન્માર્ગનો નિર્ણય થઈ શકે.” - જિનેશ્વરસૂરિની ન્યાયસંગત માંગનો સ્વીકાર કરીને દુર્લભરાજ મહારાજે ચૈત્યવાસી આચાર્યોને સંબોધિત કરતાં કહ્યું : “આમનું કથન સંપૂર્ણ યુક્તિસંગત છે. હું અધિકારીઓને આપને ત્યાં મોકલું છું. આપ તેમને ગ્રંથો આપવામાં કોઈ પણ પ્રકારની આનાકાની કરશો નહિ.” ચૈત્યવાસી બરાબર જાણતા હતા કે અગર આગમ ગ્રંથોને મંગાવવામાં આવશે તો તેના દ્વારા વસતિવાસીઓના મતને પુષ્ટિ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 96969696969696969696969 ૨૫]
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy