________________
દુર્લભરાજે સ્વીકૃતિ પ્રદાન કરતી વખતે રાજપુરોહિતને કહ્યું : “આ ઉચિત છે. અમે વાદવિવાદ સ્થળે અવશ્ય ઉપસ્થિત રહીશું.”
| વિક્રમ સંવત ૧૦૮૦માં શાસ્ત્રાર્થ માટે નિશ્ચિત દિવસ અને નિર્ધારિત સમય પંચાશરીય દેવમંદિરમાં સૂરાચાર્ય આદિ ૮૪ આચાર્ય પોતાની વરિષ્ઠતા મુજબ સિંહાસન પર બિરાજમાન થયા. રાજા દુર્લભરાજે પણ સિંહાસન પર સ્થાન ગ્રહણ કર્યું. રાજાએ પુરોહિતને સંબોધિત કરતાં કહ્યું : “પુરોહિતજી ! આપના સાધુઓને બોલાવો.” - રાજપુરોહિતે ઘરે જઈને વર્ધમાનસૂરિને કહ્યું: “મહાત્માજી ! દરેક આચાર્ય પોતાના શિષ્યસમુદાય સહિત વાદસ્થળ પર આવી ચૂક્યા છે. મહારાજ દુર્લભરાજ પણ પંચાસરીય મંદિરમાં આપના આગમનની પ્રતીક્ષા કરે છે. રાજાએ ઉપસ્થિત એ સર્વ આચાર્યોને તાંબૂલ સમર્પિત કરી સંમાનિત કર્યા છે.”
સુધર્મા સ્વામી આદિ સર્વ યુગપ્રધાનોનું હૃદયમાં ધ્યાન ધરી વર્ધમાનસૂરિએ પણ પોતાના પંડિત જિનેશ્વરસૂરિ આદિ આગમ-નિષ્ણાત મુનિઓની સાથે પંચાસરીય મંદિર તરફ પ્રસ્થાન કર્યું. રાજા દ્વારા પ્રદર્શિત સ્થાન પર પંડિત જિનેશ્વર દ્વારા બિછાવેલા આસન પર વર્ધમાનસૂરિ બેઠા અને એમનાં ચરણોની પાસે જિનેશ્વરગણિ પણ બેઠા. દુર્લભરાજ આચાર્ય વર્ધમાનસૂરિને તાંબૂલ અર્પણ કરવા તત્પર થયા. આ જોઈને વર્ધમાનસૂરિએ કહયું : “રાજન્ ! સાધુ માટે તાંબૂલ ગ્રહણ કરવા કે તાંબૂલનું અર્પણ કરવું સર્વથા નિષિદ્ધ છે. ધર્મનીતિ મુજબ સાધુઓ તથા વિધવા માટે તાંબૂલ અત્યંત નિંદનિય અને નિષિદ્ધ જણાવવામાં આવેલ છે.” આટલું સાંભળતાં જ વિવેકશીલ વ્યક્તિઓના હૃદયમાં આ વસતિવાસી સાધુઓ પ્રત્યે પ્રગાઢ શ્રદ્ધા જન્મી.
શાસ્ત્રાર્થ પ્રારંભ કરતી વખતે વર્ધમાનસૂરિએ વાદસ્થળ પર ઉપસ્થિત દરેક સભ્યોને ધ્યાનમાં રાખી કહ્યું : “શાસ્ત્રાર્થ કરતી વખતે પંડિત જિનેશ્વર ઉત્તર-પ્રત્યુત્તરમાં જે કાંઈ કહે તેને મારું સંપૂર્ણ સમર્થન છે એમ જાણવું.” દરેક સભ્યોએ વર્ધમાનસૂરિની વાતમાં સંમતિસૂચક હકાર પ્રગટ કર્યો. [ ૨૪ ૩૬૩૬99999996362 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)