________________
જિનેશ્વરગણિએ ઉત્તર આપ્યો : “મહારાજ ! અહીં વિપક્ષનું પ્રાબલ્ય હોવાના કારણે રહેવા માટે સ્થાન મળી શકે જ કઈ રીતે ?”
દુર્લભરાજે પોતાના એક રાજ્યાધિકા૨ી તરફ ઇશારો કરતાં જિનેશ્વરગણિને કહ્યું : “કરડીહટ્ટીમાં દિવંગત થયેલાં શ્રેષ્ઠીનું એક વિશાળ ભવન છે. તેમને કોઈ વારસદાર ન હોવાથી એ ભવન હાલ ખાલી છે. એ ભવનમાં આપ રહો.” વસતિવાસી સાધુઓ માટે તત્ક્ષણ એ ભવનમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. રાજાએ વિશેષ પૂછપરછ કરતાં જાણ્યું કે ભોજન આદિની યોગ્ય - સુચારું વ્યવસ્થા નથી. રાજાએ પોતાના દ્વારા નિયમિત રસોઈની વ્યવસ્થાનું સૂચન કર્યું, તો જિનેશ્વરસૂરિએ શાસ્ત્રો મુજબ આહારની રાજા દ્વારા નિર્મિત વ્યવસ્થાના નિષેધની વાત કરી. ધર્માજ્ઞા મુજબ આચરણનો આગ્રહ રાખ્યો. રાજાએ ભિક્ષાટન માટે એક સેવકની વ્યવસ્થા કરી.
શાસ્ત્રાર્થમાં પોતાના પ્રતિપક્ષી એવા ચૈત્યવાસી આચાર્યોને પરાજિત કરી વર્ધમાનસૂરિએ પોતાના શિષ્યપરિવાર સહિત રાજા અને નાગરિકો સાથે વસતિમાં પ્રવેશ કર્યો. આ રીતે વિક્રમ સંવત ૮૦૨માં અણહિલપુર-પાટણના રાજા વનરાજ ચાવડાના ગુરુ આચાર્ય શીલગુણસૂરિએ ચૈત્યવાસી પરંપરા સિવાય અન્ય દરેક પરંપરાઓનાં સાધુસાધ્વીઓને પાટણ રાજ્યની સીમામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાડનારી રાજઆજ્ઞા વનરાજ ચાવડા પાસે પ્રસારિત કરાવી હતી, એ નિષેધાજ્ઞાના ૨૭૮ વર્ષ બાદ વિ. સં. ૧૦૮૦ની આસપાસ વર્ધમાનસૂરિએ તત્કાલીન પાટણનરેશ દુર્લભરાજ પાસે તે નિષેધ - આદેશને રદ કરાવી ગુજરાત પ્રદેશમાં વસતિવાસની પુનઃ સ્થાપના કરી.
ચૈત્યવાસી, એ વસતિવાસી સાધુઓને વાદમાં પરાજિત કરી પાટણ રાજ્યથી બહાર કાઢવા ઇચ્છતા હતા. પણ તેઓ પોતે જ વાદવિવાદમાં પરાજિત થઈ ગયા. આ રીતે વર્ધમાનસૂરિને પાટણથી બહાર કાઢવાના પહેલા પ્રયાસમાં તેઓ અસફળ રહ્યા. વાદ-વિવાદ પૂર્વે ચૈત્યવાસીએ વસતિવાસીઓ શત્રુરાજાના ગુપ્તચર હોવાનો આક્ષેપ લગાવ્યો, તેમાં પણ તેમને નિષ્ફળતા મળી. કોઈ પણ ઉપાસક નહિ હોવાનું કારણ દર્શાવી તેમના નગરનિવાસને અપ્રસ્તુત ગણવાની ચાલ પણ ચાલી નહિ. સ્વયં રાજાએ વસતિવાસી આચાર્યોને ગુરુપદે સ્થાપ્યા. ૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૨૦