________________
બોલાવ્યા. અન્ય ઝવેરીઓની સાથે લોકાશાહ પણ મોહમ્મદશાહના દરબારમાં પહોંચ્યા. દરેક ઝવેરીઓએ પોતાનાં મૂલ્યવાન રત્નો બાદશાહ સમક્ષ રજૂ કર્યા. સુરતના ઝવેરીએ બતાવેલાં પાણીદાર મોતીઓમાં બે મોટાં-મોટાં મોતીઓ બાદશાહને ખૂબ પસંદ પડ્યા. એ મોતીનું મૂલ્ય બાદશાહે પૂછ્યું તો સુરતના ઝવેરીએ જણાવ્યું કે ૧,૭૨,૦૦૦ રૂપિયા. મોહમ્મદશાહે ત્યાં ઉપસ્થિત ઝવેરીઓને એ મોતીઓની પરીક્ષા અને મૂલ્ય નિર્ધારિત કરવાનો નિર્દેશ કર્યો. અમદાવાદના દરેક મોટા મોટા ઝવેરીઓએ બંને મોતીઓની પરીક્ષા કર્યા પછી મોહમ્મદશાહની સમક્ષ પોતાનો મત અભિવ્યક્ત કરતા જણાવ્યું કે - “આ બંને મોતી ઘણાં શ્રેષ્ઠ છે. એનું જે મૂલ્ય જણાવવામાં આવ્યું છે તે પણ ઉચિત છે.”
“આ બધા ઝવેરીઓની આંખે પડદો કેમ પડી ગયો છે.” એ વિચારથી લોંકાશાહના મુખમંડળ પર વ્યંગ ઊપસી આવ્યો. મોહમ્મદશાહે યુવાન ઝવેરીના ચહેરાને વાંચી જાણી લીધું કે દાળમાં કંઈક કાળું છે. મોહમ્મદશાહે બંને મોતી લોકાશાહની હથેળી પર રાખી એની પરીક્ષા લેવાનો આદેશ આપ્યો.
લોકાશાહે એક મોતી નવાબના હાથમાં રાખતાં કહ્યું: “આ મોતી તો વસ્તુતઃ શ્રેષ્ઠ અને બહુમૂલ્ય છે, પરંતુ આ બીજા મોતીમાં બહુ મોટી ખોટ છે. આમાં મત્સ્યનું ચિહ્ન છે, તેથી આ કોઈ કામનું નથી.” તત્કાળ સૂક્ષ્મદર્શક યંત્રથી મોહમ્મદશાહે મોતીને જોયું તો જણાયું કે મોતીમાં મત્સ્યનું ચિહ્ન હતું. મોહમ્મદશાહના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે અન્ય ઝવેરીઓને પણ સૂક્ષ્મદર્શક યંત્રથી મોતીની તપાસ કરવાનું કહ્યું. સહુએ એ મોતીમાં મત્સ્યનું ચિહ્ન જોઈ નવા ગણાતા લોંકાશાહના રત્ન પરીક્ષણ કૌશલ'ની મુક્તકંઠે પ્રશંસા કરી.
લોંકાશાહ તત્કાળ મોહમ્મદશાહના ચિત્તમાં વસી ગયા. લોંકાશાહના પરામર્શથી આવશ્યક ઝવેરાત ખરીદી લીધા પછી અન્ય ઝવેરીઓને વિદાય કર્યા પછી લોકાશાહ પાસેથી પૂરો પરિચય પ્રાપ્ત કરી એમને પાટણના રાજસ્વ અધિકારી(ખજાનચી અથવા તિજોરદાર)ના પદ પર નિયુક્ત કર્યા.
લોંકાશાહ પોતાની પત્ની અને પુત્રની સાથે પાટણ જતા રહ્યા. ત્યાં પોતાના પદનાં કર્તવ્યોનું ન્યાય-નીતિપૂર્વક નિર્વહણ કરવા લાગ્યા. [૫૮ 99999999999ી ન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪)