________________
અંકુરિત થઈ ગયું હતું. પરંતુ પોતાના કર્તવ્યના નિર્વહણ, ન્યાયનીતિપૂર્વક વ્યવસાય અને પરમાવશ્યક સાંસારિક કાર્યો પણ સાવધાનીપૂર્વક કરતાં હતાં. લગભગ ૧૮ વર્ષની વયમાં જ એમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. દાદા-દાદીના હર્ષનો પાર ન રહ્યો. એમણે પોતાના પૌત્રનું નામ પૂર્ણચંદ્ર રાખ્યું.
જે સમયે લોકચંદ્રની વય ૨૩ વર્ષની હતી ત્યારે એમની માતા ગંગાબાઈનું નિધન થયું અને એના એક વર્ષ પછી એમના પિતા હેમાભાઈએ પણ પરલોકગમન કર્યું.
લોકાશાહનો મુખ્ય વ્યવસાય ખેડૂતો સાથે લેવડ-દેવડનો હતો. દુષ્કાળના કારણે જ્યારે ખેડૂતોનો પાક નિષ્ફળ જતો ત્યારે ખેડૂતો પાસેથી પોતાના પૈસા વસૂલ કરવાથી એમને દિલમાં કષ્ટ થતું હતું. ખેડૂતોને અપાયેલી રકમ સમય પર વસૂલ કરતી વખતે દયાદ્રિ પ્રકૃતિના લોકચંદ્રને ઘણી મુશ્કેલી થતી હતી. એટલે ઘણા વખતથી તેઓ ખેડૂતો સાથેની લેવડ-દેવડ પતાવી મોટા નગરમાં ઝવેરાતનો વ્યવસાય કરવાના ઈચ્છુક હતા. એ દિવસોમાં સિરોહી રાજ્ય અને આબુ પર્વતની નજીક આવેલા ચંદ્રાવતી રાજ્યની વચ્ચે સંબંધ બગડી ગયા હતા. શત્રુઓનું આક્રમણ, માર-ધાડ, લૂંટ અને અરાજકતાપૂર્ણ વાતાવરણમાં પ્રજાજનો જીવતા હતા. આવા અરાજકતાપૂર્ણ વાતાવરણને પોતાની આધ્યાત્મિક જીવનસાધનામાં બાધક સમજી લોંકાશાહ પૈતૃક ગામ છોડી મોટા નગરમાં વ્યવસાય કરવાના ઈચ્છુક હતા.
પોતાનાં માતા-પિતાના દેહાવસાન થતા થોડા સમય પછી યુવક લોકચંદ્રએ કૃષકોની સાથે લેવડ-દેવડના પોતાના વ્યવસાયને સમેટવાનો પ્રારંભ કર્યો અને ખેડૂતો પાસેથી જે કાંઈ મળ્યું તે લઈ પોતાની પત્ની અને પુત્રની સાથે આયુષ્યના પચીસમા વર્ષ (વિ. સં.૧૪૯૭)માં અમદાવાદ આવ્યા. સુવિધાસંપન્ન એક ઘર લઈને એમાં રહેવાનું શરૂ કર્યું. ત્યાં ઝવેરાતનો વ્યવસાય કરવા લાગ્યા. લોંકાશાહ દ્વારા અમદાવાદમાં ઝવેરાતનો વ્યવસાય શરૂ કર્યા પછી વિ. સં.૧૪૯૭માં મોહમ્મદશાહ અમદાવાદ (ગુજરાત) રાજ્યના સિંહાસન પર બેઠા અને . એમણે ઝવેરાત ખરીદવાનો નિર્ણય કર્યો. દરેક ઝવેરીને રાજદરબારમાં જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 999999999999 ર૫૦]