________________
મોહમ્મદશાહ પાટણના આ નવનિયુક્ત રાજસ્વ અધિકારીના જાય ને નૈતિકતાપૂર્વક કાર્યકૌશલ્યથી ખૂબ પ્રભાવિત થયા અને થોડા જ સમય પછી લોંકાશાહને પાટણથી બોલાવી પોતાની પાસે રાખી લીધા. બાદશાહના પ્રીતિપાત્ર બનવા છતાં તેમનામાં જરા પણ અભિમાન ન હતું. પીડિતોનાં દુઃખ દૂર કરવા અને એમને ન્યાય અપાવવાનાં પરોપકાર પરાયણ કાર્યો તેઓ કરતાં રહ્યાં. સામાયિક, સ્વાધ્યાય, આત્મચિંતન આદિ અનેક એમની દૈનિક આરાધના પણ નિયમિત સ્વરૂપે ચાલતી હતી.
આ રીતે લગભગ ૧૦ વર્ષ સુધી લોકાશાહ ગુજરાતના બાદશાહ મોહમ્મદશાહની સેવામાં રહ્યા. ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ' નામની પોતાની કૃતિમાં ૨. મ. નીલકંઠના ઉલ્લેખાનુસાર વિ. સં.૧૫૦૭ની આસપાસ મોહમ્મદશાહે ચાંપાનેરના રાવલ ગંગાદાસ પર આક્રમણ કરી પાવાગઢની ચારેબાજુ ઘેરો ઘાલ્યો. આ સમાચાર સાંભળતાં જ માળવાના સુલતાને એક શક્તિશાળી સેના લઈ ગંગાદાસની સહાયતા અર્થે પાવાગઢ તરફ કૂચ કરી. પોતાની વિશાળ સેના સાથે માળવાના સુલતાનના આગમનની વાત સાંભળી મોહમ્મદશાહ ભયભીત થઈ પાવાગઢનો ઘેરો ઉઠાવી સેનાની સાથે અમદાવાદ તરફ ભાગ્યો. મોહમ્મદશાહના કાયરતાપૂર્ણ પલાયનથી રૂષ્ટ થઈને અમીરોએ વિષ દઈને એને મારી નાખ્યો અને એના પુત્ર કુતુબશાહને અમદાવાદના રાજસિંહાસન પર બેસાડ્યો.
આ પ્રકારની જયંત્રપૂર્ણ રાજનીતિથી લોંકાશાહનું અંતરમન ખૂબ સુબ્ધ અને ખિન્ન થયું. એમના અંતઃકરણમાં વિરક્તિનાં બીજ તો અગાઉથી જ હતાં. રાજનૈતિક જયંત્રોએ વિરક્તિના ભાવને વિસ્તાર્યા. આત્મ-કલ્યાણના હેતુથી એમણે શાહી સેવાથી ત્યાગપત્ર આપી દીધું. અમદાવાદના તત્કાલીન શાસક કુતુબશાહનો આગ્રહ, વેતનવૃદ્ધિ, પદવૃદ્ધિ આદિ અનેક પ્રલોભનો હોવા છતાં પણ લોંકાશાહ પોતાની પત્ની અને પુત્રની સાથે પાટણ પહોંચ્યા અને સારું ઘર લઈ રહેવા લાગ્યા.
લોકાશાહ પૂરેપૂરા વૈરાગ્યના રંગે રંગાઈ ચૂક્યા હતા. પોતાની અર્ધાગિની અને પુત્ર પૂનમચંદની યેન-કેન પ્રકારે અનુજ્ઞા પ્રાપ્ત કરી જિન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૪) 3699999999999 ૨૫૯]