________________
જોડેલા હતા. તપાગચ્છીય યતિ નાયક વિજયના શિષ્ય કાંતિવિજય દ્વારા એ પત્ર પાટણ નગરમાં વિ.સં.૧૬૩૬ની વસંત પંચમીના દિવસે લખાયો હતો. આ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ એ બંને પત્રોના અંતમાં સ્વયં લિપિકર્તા દ્વારા કરવામાં આવેલો છે. યતિ સુંદરજીની અનુમતિ પ્રાપ્ત કરી કૃષ્ણજી સ્વામીએ બને પત્રોની પ્રતિલિપિ તૈયાર કરી પોતાની પાસે રાખી.
સમય જતાં એ બંને પત્રોની પ્રતિલિપિ જૈન ધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ' નામની ઐતિહાસિક કૃતિના લેખક મુનિ મણિલાલજીને કૃષ્ણજી સ્વામીએ પ્રેષિત કરી. ગુજરાતી ભાષાના એ બંને પત્રોની પ્રતિલિપિનો ઉપયોગ અને અક્ષરશઃ ઉલ્લેખ લીંબડી સંઘના સંઘવી ઉપાશ્રયના પૂજ્યશ્રી મોહનલાલજી સ્વામીના શિષ્ય મુનિ મણિલાલજીએ પોતાની ઉપરોક્ત ઐતિહાસિક કૃતિઓમાં કર્યો છે. લોંકાશાહના જીવન પર મહત્ત્વપૂર્ણ પ્રકાશ પાથરનાર એ પ્રાચીન પત્રોનો સાર અહીં આપવામાં આવ્યો છેઃ
ભૂતપૂર્વ સિરોહી રાજ્યના અરહટવાડા નામના નગરના નિવાસી પ્રતિષ્ઠિત ચૌધરીપદથી વિભૂષિત ઓસવાલ જાતિના શ્રેષ્ઠીવર્ય શ્રી હેમાભાઈની ધર્મનિષ્ઠા પતિપરાયણા ધર્મપત્ની શ્રીમતી ગંગાબાઈની કૂખે વિ. સં. ૧૪૮૨ (ઐતિહાસિક તથ્થોના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી એમ પ્રતીત થાય છે કે અહીં વિ. સં. ૧૪૭૨ હોવું જોઈએ)ના કારતક સુદ પૂર્ણિમાના દિવસે લોકાશાહનો જન્મ થયો. ઘણી રાહ જોયા પછી ચૌધરી દંપતીને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી, તેથી તેમના હર્ષનો પાર ન રહ્યો. નિયમિત રૂપે સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, પૌષધ આદિના માધ્યમથી યથાશકિત ધર્મારાધનામાં મગ્ન ગંગાબાઈએ પુત્રરત્નની પ્રાપ્તિના મહાન પુણ્યોદયનું ફળ સમજતાં ધર્મારાધનામાં વિશેષ સમય આપવાનું શરૂ કરી દીધું. પાંચ વર્ષની વય થયે બાળક લોકચંદ્રને અરહટ-વાડાની પાઠશાળામાં ભણવા માટે મોકલવાનું શરૂ કરી દીધું. કુશાગ્રબુદ્ધિ બાળક લોકચંદ્રએ રુચિપૂર્વક ભણવાનું શરૂ કર્યું. આયુષ્ય વધવાની સાથે સાથે લોકચંદ્રની લખવા-વાંચવાની રુચિ પણ ઉત્તરોત્તર વધતી ગઈ અને ૧૫ વર્ષની વય થતા થતા તો એણે સ્થાનીય વિદ્યાલયોમાં અપાતા શિક્ષણમાં પ્રવીણતા પ્રાપ્ત કરી લીધી. ૨૫૪ 99999999999ી ન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૪)