________________
૨. ચંદનબાળાના ઉદાહરણીય અનુપમ તપની અવિસ્મરણીય સ્મૃતિ સ્વરૂપે સુવર્ણના રૂપમાં સુવર્ણ નિર્મિત અડદ ભરી સુવર્ણની બેડીઓ બનાવી, રજતપાત્રમાં કેસર, બદામ, પિસ્તા, કિસમિસ આદિ મેવાથી મિશ્રિત ખીર ભરીને, ખીરની ઉપર જામેલી મલાઈ સુવર્ણ-રજત નિર્મિત પાત્રોમાં રાખીને, સંપૂર્ણ મહાર્ધ્ય સામગ્રી પંચ મહાવ્રતધારી ગુરુઓને મોક્ષદાયક સુપાત્રદાન સમજીને દાન કરવામાં આવતી હતી અને ‘ગુરુજન અહોદાનં ! અહોદાનં !' ના ગગનભેદી ઘોષોની વચ્ચે એ મહાર્ય દાનને દયાદ્રવિત થઈ ગ્રહણ કરતા હતા.
૩. સોના અને ચાંદીથી નિર્મિત નક્કર મૂર્તિઓ, અણમોલ મોતી આદિ પરિગ્રહ પ્રચુરમાત્રામાં પંચમહાવ્રતધારી સાધુ પોતાના સ્વામિત્વમાં
રાખતા હતા.
૪. પંચ મહાવ્રતધારી ગુરુઓના ઉપાશ્રયો, આવાસોમાં વહીવટના નામે વિખ્યાત મોટી મોટી વહીઓના અંબાર લાગેલા રહેતા હતા. જેમાં દેશના ખૂણે ખૂણામાં ફેલાયેલા ભક્ત ગૃહસ્થોની નામાવલીઓ, એમની પાસેથી પ્રતિવર્ષ દરવર્ષે હર્ષપ્રદ પ્રસંગના ઉપલક્ષ્યમાં મળનારી રકમનો તિથિ સહિત લેખા-જોખા રાખવામાં આવતો. એ ગુરુજનો પોતાના એ ગૃહસ્થોને પરમ શ્રદ્ધાળુ ભક્ત સમજતા હતા, અગર એ ચેલામાંથી કોઈ બીજા કોઈ સાધુ કે ગુરુ પાસે નિશ્ચિત ધનરાશિ ભેટ કર્યા પછી કોઈ પારિવારિક અથવા ધાર્મિક વિધિ-વિધાનનું કૃત્ય કે કોઈ પણ કારણે કોઈ અનુષ્ઠાન કરાવતા તો પરંપરાગત ગુરુઓ દ્વારા મોટો વિવાદ ઊભો કરવામાં આવતો.
કે
લોકાશાહનું પારિવારિક અને વૈયક્તિક જીવન
લોંકાશાહના જીવન પર પર્યાપ્ત પ્રકાશ પાથરનાર બે પ્રાચીન પત્ર લીંબડી મોટા સંપ્રદાયના ઉપાશ્રયના મંગલજી સ્વામીના શિષ્ય કૃષ્ણજી સ્વામીને કચ્છમાં નાની પક્ષના યતિ ગોરજી સુંદરજી પાસે જોવા મળ્યા. એ પત્ર વિક્રમની સોળમી સદીના કલ્પસૂત્રની એક પ્રાચીન પ્રતના છેડે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) ૐ9999939339 ૨૫૩