________________
પ્રામાણિકતા પ્રદાન કરવું આદિ જે પ્રકારની નિતાંત પ્રતિકૂળ પરિસ્થિતિઓ આચાર્ય કુવલપ્રભ સમક્ષ હતી, બરાબર એવી જે પરિસ્થિતિઓ લોકાશાહ સમક્ષ પણ હતી.
આચાર્ય કુવલયપ્રભ, ઉન્માર્ગગામી ચૈત્યવાસીઓ દ્વારા આપવામાં આવેલાં “સાવઘાચાર્યના વિશેષણથી વિચલિત થઈ ગયા અને અંતે એમણે એમનાથી ડરીને જિન પ્રરૂપિત શાશ્વત સત્ય સિદ્ધાંતને અસત્યની વેદી પર ચઢાવી દીધા. પરંતુ અતુલ અધ્યાત્મનથી સમૃદ્ધ લોંકાશાહ વિરોધીઓ દ્વારા આપવામાં આવેલ લેપક, લોપક, લુંગા આદિ અશિષ્ટ અને અસભ્યતાપૂર્ણ વિશેષણોથી કે અનેક પ્રકારનાં તેમની વિરુદ્ધ રચવામાં આવેલાં પડ્યુંત્રોથી પોતાના સત્યપથથી સહેજ પણ વિચલિત થયા નહિ.
આમ, આવું આદરણીય અને આદર્શ આધ્યાત્મિક જીવન હતું લોકાશાહનું. અગર લોંકાશાહે નિર્ભીત થઈને સાહસપૂર્વક ચતુર્વિધસંઘમાં વ્યાપ્ત વિકૃતિઓને દૂર કરવા માટે શાંત ધર્મક્રાંતિનો સૂત્રપાત ન કર્યો હોત તો શિથિલાચાર અને મર્યાદાઓ કેવી પરાકાષ્ઠા પાર કરી ગઈ હોત એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. એવી સ્થિતિમાં આગમ પ્રતિપાદિત આધ્યાત્મિક આચાર-વિચાર ક્યાંય દૃષ્ટિગોચર થાત નહિ, ક્રિયાનિષ્ઠ તપોપૂત સંત-સતીઓનાં દર્શન પણ આજે દુર્લભ હોત! આજે ચતુર્વિધસંઘમાં જે વિશુદ્ધ આગમિક આચાર, વિચાર, શમ, દમ, ત્યાગ, તપ, જીવમાત્ર પ્રત્યે કરુણા, મૈત્રી આદિ જૈન ધર્મના પ્રાણ સ્વરૂપ મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યે જે આસ્થા દેખાય છે, એ વસ્તુતઃ લોકાશાહ દ્વારા શાંત ક્રિાંતિના માધ્યમથી પ્રત્યેક જૈન ધર્માવલંબીના માનસમાં તરંગિત કરવામાં આવેલી અભિનવ જાગરણની અમિટ લહેરનો પ્રતાપ છે. ધર્ણોદ્ધારક લોકાશાહ દ્વારા દેશવ્યાપી સર્વાગીણ શાંત ધર્મક્રાંતિનો સૂત્રપાત્ર થયા પૂર્વે : ૧. કોઈ પણ પ્રતિષ્ઠાચાર્યને પ્રતિષ્ઠા-કાર્ય કરવા પૂર્વે સુહાગણ સ્ત્રીઓ
નિર્વાણકલિકામાં નિર્દિષ્ટ પ્રતિષ્ઠાવિધિ અનુસાર મર્દન કરી સ્નાન કરાવતી હતી. પ્રતિષ્ઠાચાર્યને મૂલ્યવાન વસ્ત્રોથી સુસજ્જિત કરી એમના હાથમાં સુવર્ણ કંકણ અને આંગળીમાં સુવર્ણ મુદ્રિકા
ધારણ કરાવવામાં આવતી હતી. | ૨૫૨ [969696969696969696993ન ધર્મનો મૌલિક ઈતિહાસ ઃ (ભાગ-૪)