________________
એક દિવસ આચાર્ય કુવલયપ્રભે ચૈત્યવાસીઓ સમક્ષ મહાનિશીથના વાચનનો પ્રારંભ કર્યો. વ્યાખ્યાન આપતી વખતે નિમ્નલિખિત ગાથા કુવલયપ્રભ આચાર્ય સામે આવી -
जत्थित्थिकरफरिसं, अंतरियंकारणे वि उप्पन्ने ।
अरहा वि करेज्ज सयं, तं गच्छं मूलगुण मुक्कं ॥ આ ગાથા જોઈ આચાર્ય કુવલયપ્રભ દ્વિધામાં પડી ગયા. ચૈત્યવાસીઓ એમની મુશ્કેલી જાણી ગયા અને આ ગાથા પર વ્યાખ્યાન આપવા વારંવાર દબાણ કરતા રહ્યા. કોઈ ઉપાય ન જણાતા આચાર્ય કુવલયપ્રભુએ ગાથાનો અર્થ સંભળાવ્યો. ગાથાનો અર્થ સાંભળતાં જ ચૈત્યવાસીઓ તેમના પર હાવી થઈ કહેવા લાગ્યા : “યાદ છે તમને ? એ દિવસે શ્રમણીએ આપનાં ચરણોમાં માથું મૂકી આપનો સ્પર્શ કર્યો હતો? ક્યાં ગયો આપનો મૂળ ગુણ?”
આચાર્ય કુવલપ્રભએ મનોમન વિચાર્યું - પહેલી વખત આવ્યો હતો ત્યારે આ લોકોએ મને “સાવદ્યાચાર્ય' જેવા અપમાનજનક શબ્દોથી નવાજ્યો, હવે આ વખતે કોણ જાણે કઈ રીતે અસહ્ય અપમાન કરશે.” પોતાની રક્ષાનો અન્ય કોઈ માર્ગ ન દેખતા અંતે એમણે ઉત્સર્ગ અને અપવાદ બંને માગને શ્રમણ-શ્રમણી વર્ગ માટે સ્વીકારતા કહ્યું : "उस्सग्गाववाएहिं आगमे ठिओ तुझेण याणह । एगते मिच्छत्थ, जिणाणमाणा अणेगन्ता ।" - ઉન્માર્ગગામી ચૈત્યવાસી તો એમના મુખેથી જ કહેવરાવવા ઇચ્છતા હતા, જેથી અપવાદમાર્ગનું અવલંબન લઈને પોતાના શિથિલાચારને યોગ્ય ઠેરવી શકાય. તે ચૈત્યવાસીઓ કુવલયપ્રભાચાર્યના મુખેથી આ સાંભળી આનંદાતિરેકથી ઉન્મત્ત થઈ અટ્ટહાસ્ય કરવા લાગ્યા. પરંતુ આગમ વિરુદ્ધ વાત કહીને કુવલયપ્રભાચાર્યએ સુદીર્ઘકાળ સુધી ભવભ્રમણ કરાવનારી પાપ પ્રકૃતિઓનો બંધ કરી લીધો.
શિથિલાચારીઓના સર્વાતિશાયી સર્વોચ્ચ વર્ચસ્વ, ધર્મના નામે અધમપૂર્ણ પ્રવૃત્તિઓનું પ્રાબલ્ય અને બાહુલ્ય, હઠાગ્રહ, પારસ્પરિક વિદ્વેષ અને પૂર્વજ્ઞાન - વિહીન આચાર્યોની કૃતિઓને આગમોની સમકક્ષ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 96969696969696969696962 ૨૫૧ |