________________
નામના જ શ્રમણ કહેવાતા. એમના આચાર-વિચાર શાસ્ત્રોમાં પ્રતિપાદિત શ્રમણાચારથી પૂર્ણતઃ પ્રતિકૂળ હતા. તેઓ ચૈત્યનિર્માણ, દ્રવ્યપૂજા અને આડંબરપૂર્ણ અનુષ્ઠાનોને જ મોક્ષપ્રદાતા વાસ્તવિક ધર્મ માનતા હતા. ભાવપૂજામાં એમને આસ્થા નહોતી. તેઓ ચૈત્યોમાં નિત્ય-નિવાસ કરતા, આરંભ-સમારંભમાં મગ્ન રહેતા, પોતાની પાસે દ્રવ્ય રાખતા હતાં
આચાર્ય કુવલયપ્રભ એક વખત ચૈત્યવાસીઓની વચ્ચે પહોંચી ગયા. એમની તપોપૂત શાંત મુખમુદ્રા પર અને તત્ત્વ વિવેચનની હૃદયહારિણી પ્રવચન શૈલી પર ચૈત્યવાસી મુગ્ધ થઈ એમને પ્રાર્થના કરવા લાગ્યા “આચાર્ય પ્રવર ! અમારી પર કૃપા કરી આ વખતનું ચાતુર્માસ અમારે ત્યાં જ કરો. આપના પરમ પ્રભાવોત્પાદક ઉપદેશોથી અમારા નગરના પ્રત્યેક ભાગમાં ઠેર-ઠેર ગગનચુંબી વિશાળ ચૈત્યોનાં નિર્માણ થશે.”
આચાર્ય કુવલયપ્રભ એ ચૈત્યવાસીઓના આગમ વિરુદ્ધ આચારવિચારથી માહિતગાર હતા, છતાં તેમણે સાહસપૂર્વક કહ્યું : જો કો पियंवए ! जइ वि जिणालए तहावि सावज्जमिणं णाहं વીયામિત્તેur fપ યં મારા ” - આ સાંભળી એ ઉન્માર્ગગામી ચૈત્યવાસીઓએ કુવલયપ્રભ આચાર્યને “સાવધાચાર્ય'ના નામથી સંબોધિત કરવાની શરૂઆત કરી દીધી. એમનું આ અસન્માનજનક નામ ચારે બાજુ પ્રસિદ્ધ થઈ ગયું.
સમય જતાં એ જ ચૈત્યવાસીઓના સંઘે ચૈત્યાલયમાં જીર્ણોદ્ધારનું કાર્ય સાધુ દ્વારા કરવા કે ન કરવા વિશે ઊભી થયેલી સમસ્યાના ઉકેલ માટે એ જ સાવઘાચાર્યના નામથી લોકોમાં જાણીતા થયેલા કુવલયપ્રભ આચાર્યને આગ્રહપૂર્વક પ્રાર્થના કરી પોતાના નગરમાં બોલાવ્યા. જે વખતે આચાર્ય એ નગરમાં પહોંચ્યા, એમના સ્વાગત માટે ગયેલાં ચૈત્યવાસી શ્રમણ-શ્રમણીઓમાંથી એક શ્રમણીએ એમના તપોપૂત તીર્થકરોપમ ભવ્ય વ્યકિતત્વના પ્રભાવથી સુધબુધ ગુમાવી સહસા એમનાં ચરણોમાં માથું મૂકી દીધું. સ્વયં કુવલયપ્રભ અને દરેક ચૈત્યવાસી શ્રમણ આદિ ચકિત અને અવાક થઈ જોતાં જ રહી ગયા. કોઈના મુખેથી એક શબ્દ નીકળ્યો નહિ. . ( ૨૫૦ 090999999999માં જન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૪)