________________
લોંકાશાહ જરા પણ વિચલિત ન થયા. તેઓ તો ગીતાના વચન અનુસાર નિતાંત નિર્લેપ-નિઃસંગ ભાવથી મહાન કર્મયોગીની જેમ વિશુદ્ધ મૂળ આગમિક જિન પ્રરૂપિત જૈન ધર્મના સુપથ પર જન-જનને આરૂઢ અને અગ્રેસર કરવામાં જીવનભર અહર્નિશ મગ્ન રહ્યા.
મિત્તી એ સવ્ય ભૂસુ, વેરં મજઝ ન કેણઈ” આ જૈનત્વના પ્રતીક વિશ્વબંધુત્વનો ભાવ તો લોંકાશાહની અસ્થિ-મજ્જામાં રોમ-રોમમાં ઓતપ્રોત હતો. લોંકાશાહે પોતાના અનુયાયીઓને પણ અંતિમ શ્વાસ સુધી શત્રુ-મિત્રનો ભેદ કર્યા વગર જૈનત્વના પ્રતીક સ્વરૂપ આ ભાવ પર સુદઢ રહેવાનો ઉપદેશ આપ્યો. લોંકાશાહ દ્વારા પોતાના અનુયાયીઓના અંતર્મનમાં રોપવામાં આવેલા વિશ્વબંધુત્વના આ ભાવોનું જ પ્રતિફળ હતું, અમિટ પ્રભાવ હતો કે લોકાશાહના સ્વર્ગસ્થ થયા પછી પણ લગભગ ૯૫ વર્ષ બાદ પણ વિ. સં.૧૬૩૬ લોંકાશાહના દેવજી નામના અનુયાયીએ તત્કાલીન જિનશાસન પ્રભાવક તપાગચ્છના અઠ્ઠાવનમા ગચ્છાધિપતિ આચાર્ય હીરવિજયસૂરિને પોતાને ત્યાં આશ્રય આપી મોગલોથી એમની રક્ષા કરી.
આ તથ્યો એ વાતની શાખ પૂરે છે કે લોકાશાહનું આધ્યાત્મિક જીવન અગાધ સાગર તુલ્ય ગંભીર અને લોકાકાશની ઊંચાઈ તુલ્ય ઊંચું હતું. એમનું સ્થાન દેવાર્ધિગણિક્ષમાશ્રમણના સ્વર્ગારોહણ બાદ જેટલા પણ ક્રિયોદ્ધારક થયા, એમાં સર્વોચ્ચ હતું. લોંકાશાહે વિકટ પરિસ્થિતિઓમાં પણ સર્વજ્ઞ પ્રણીત શાશ્વત સત્ય સિદ્ધાંતોને બલિ ચડાવી અસત્યના પક્ષધરોની સાથે સમજૂતી નથી કરી. શાશ્વત સત્ય સિદ્ધાંતોની રક્ષા માટે નિર્ભીકતા અને સાહસની સાથે નિરંતર ઝઝૂમનાર સુદીર્ઘ અતીતકાળમાં થઈ ગયેલા કુવલયપ્રભ નામના મહાન આચાર્ય કરતાં પણ લોંકાશાહ બહુ આગળ વધી ગયા.
અતિ પુરાતન હુમ્હાવસર્પિણીકાળમાં કુવલયપ્રભ નામના એક મહાન ક્રિયાનિષ્ઠ આચાર્ય થયા. એમનું આખ્યાન મહાનિશીથમાં વિદ્યમાન છે. એમના સમયમાં અસંયત પૂજા નામના દસમા આશ્ચર્યના પ્રબળ પ્રભાવના કારણે ચોતરફ શિથિલાચારી ચૈત્યવાસીઓનું પ્રાબલ્ય હતું. તેઓ માત્ર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) ૩૬૩૬૩૬૩૬૬૭99399 ૨૪૯ ]