________________
ધાર્મિક અને નૈતિક સુસંસ્કાર બાળક લોકચંદ્રને પોતાનાં માતાપિતા પાસેથી ગળથુથીમાં જ મળ્યા હતા. શૈશવકાળમાં લોકચંદ્ર પોતાની મમતામૂર્તિ માતાની સાથે અને બાલ્યકાળ તથા કિશોરવયમાં પોતાના ધર્મનિષ્ઠ પિતાની સાથે મુનિદર્શન અને વ્યાખ્યાનશ્રવણ માટે જતા. બાળપણમાં જ લોંકાશાહે સામાયિક, પ્રતિક્રમણ, ભક્તિરસથી ઓતપ્રોત સ્તવન, સ્તોત્ર આદિ કંઠસ્થ કરી લીધાં. લેખનકળામાં તો લોકશાહે બાળકાળમાં જ અદ્ભુત નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. ધર્મ પ્રત્યે લોંકાશાહને એવી પ્રગાઢ નિષ્ઠા હતી કે પ્રતિદિન નિયમિત રૂપે સામાયિક અને પાક્ષિક પર્વના અવસરે સાયંકાલીન પ્રતિક્રમણ કરવામાં સદાય અગ્રેસર રહેતા હતા. તેઓ યથાવકાશે પિતાના કારોબારમાં પણ ધ્યાન આપતા. સામાયિકના સમયે લોંકાશાહનો સ્વાધ્યાયનો ક્રમ ક્રમશઃ વધતો જ ગયો.
ચૌધરી (નગરશ્રેષ્ઠી) હેમાભાઈ અરહટવાડાના એક સુસંપન્ન સદ્ગુહસ્થ હતા. એમને ત્યાં ગાય-ભેંસની ભરપૂર સંખ્યા હતી; જેથી દૂધ, દહીં, ઘી અને ખાવા-પીવાની કોઈ પ્રકારની કોઈ કમી નહોતી.
જ્યારે ૧૫ વર્ષની ઉંમરે જ તેજસ્વી લોકચંદ્ર યુવાન થયા કે બલિષ્ઠ યુવક જણાવા લાગ્યા. દેખાવડા, સશક્ત લોકચંદ્રને જોઈ અનેક શ્રેષ્ઠીઓને ત્યાંથી સગાઈ માટે કહેણ આવવા લાગ્યા. હેમાભાઈએ પુત્રના મોતીના દાણા જેવા અક્ષર જોઈ પોતાના કારોબારનું નામું લખવાનું કામ સોંપી દીધું હતું. પોતાના કારોબારને માટે એમણે વારંવાર સિરોહી જવું પડતું. શરૂઆતમાં તેઓ લોકચંદ્રને પોતાની સાથે લઈ જતા અને વિભિન્ન વેપારીઓ સાથે તેનો પરિચય કરાવતા. હેમાભાઈએ જ્યારે જોયું કે એમનો પુત્ર પોતાનો વ્યવસાય ચલાવવા, સિરોહી આદિ નગરોમાં વેપારીઓ સાથે સંપર્ક સાધવામાં, એમની સાથે સૌહાર્દ વધારવામાં, પોતાના વાકચાતુર્યથી પ્રત્યેક વ્યવસાયી અને સગૃહસ્થનું મન જીતવામાં સક્ષમ છે, તો એમણે પોતાના સંપૂર્ણ કારોબારની સાથે સાથે સિરોહી નગરના વેપારીઓ સાથે સંકળાયેલ કામકાજની જવાબદારી પણ લોકચંદ્રના ખભા પર નાખી. લોકચંદ્રને એકલા સિરોહી જવાનું શરૂ થયું. વેપારમાં વિવિધતા અને નવું શીખવાની ઘણી ધગશ ધરાવતા લોકચંદ્રને મોતીઓના વ્યવસાયમાં વિશેષ લગાવ હતો. જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 99999999999 ૨૫૫ |