________________
આ રીતે લોંકાશાહે આગમોમાં પ્રતિપાદિત જે શાશ્વત સત્ય-તથ્યો પર પ્રકાશ પાથર્યો છે, એ જ આગમિક તથ્યોને પાર્શ્વચંદ્રસૂરિએ પણ પાટણ શ્રીસંઘ, પાટણમાં બિરાજમાન સર્વ ગચ્છોના આચાર્યો અને તત્કાલીન જૈનજગત સમક્ષ મૂક્યા. પાર્શ્વચંદ્રસૂરિએ તો લોંકાશાહથી આગળ વધી તત્કાલીન શ્રમણોના જીવનમાં ઘર કરી ગયેલી અરાજકતાને ખુલ્લા પત્રમાં ચતુર્વિધસંઘની સામે મુકી છે, જે મર્યાદાઓ સાધુનાં પાંચ મહાવ્રતોમાંથી પ્રથમ અહિંસા, ચતુર્થ વિશુદ્ધ બ્રહ્મચર્ય અને પાંચમું અપરિગ્રહ - આ ત્રણ મહાવ્રતોને મૂળતઃ નષ્ટ કરનાર હતી. આટલું બધું થવા છતાં પણ આશ્ચર્યની વાત એ હતી કે એ સમયના` મોટા ભાગના ગચ્છોએ એકતા સાધી જે રીતે લોંકાશાહનો ઘોર વિરોધ અને લોંકાશાહ- વિરોધી પ્રચાર કર્યો, એનો સોમો ભાગ પણ પાર્શ્વચંદ્રસૂરિ વિરુદ્ધ ના કર્યો. તત્કાલીન આચાર્યો અને તેમના ઉત્તરવર્તી આચાર્યોએ પેઢી - દર પેઢી લોંકાશાહ વિરુદ્ધ ઝેરી મિથ્યા પ્રચાર કરવામાં કોઈ પ્રકારની કસર બાકી રાખી નહિ.
લોંકાગચ્છમાં ભાનુચંદ્ર નામના કોઈ યતિ વિક્રમની સોળમી શતાબ્દીમાં નથી થયા, તેમ છતાં તેમના નામે એક કૃતિ પ્રકાશિત કરાવીને લોંકાશાહની વિરુદ્ધ અપપ્રચાર કર્યો, જેથી જે લોકો લોંકાશાહીની વાત માનતા ન હતા, એમણે સામાયિક, પૌષધ અને દાનનો વિરોધ કર્યો. તત્કાલીન અન્ય ગચ્છોના વિદ્વાનોએ પણ ચોપાઈ આદિ કૃત્તિઓની રચના કરી લોંકાશાહ વિરુદ્ધ ઝેર ઓકવામાં કાંઈ બાકી રાખ્યું નહિ.
કોઈ વાત કહેનાર અગર બુદ્ધિ વગરનો હોય તો સાંભળનારે પોતાની બુદ્ધિમતાનો ઉપયોગ કરવો જોઈએ; અગર કોઈ બુદ્ધિહીન અથવા સાંપ્રદાયિક વ્યામોહગ્રસ્ત વ્યક્તિએ વિચાર્યા વગર કહી દીધું કે - ‘લોંકાશાહ શાસ્ત્રોને માનતા ન હતા, તેઓ સામાયિક, પૌષધ અને દાનનો વિરોધ કરતા હતા તો સાંભળનાર અથવા વાંચનારે વિચારવું જોઈએ કે - ‘સામાયિક, પૌષધ, વ્રત્ત, નિયમ, પ્રત્યાખ્યાન, શાસ્ત્ર-સ્વાધ્યાય અને દાનના નિષેધ પછી પણ શું કોઈ ધર્મ નામની વસ્તુ બાકી રહી જાય ? નહિ. તો પછી એ દેશમાં સામાયિક પૌષધ, દાન અને શાસ્ત્રોનો વિરોધ કરનાર વ્યક્તિ પોતાની તરફ કઈ રીતે વિશાળ જનપ્રવાહને આકર્ષી શકે ? લોકસમૂહને 39 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૨૪૪