________________
છદ્મસ્થ અવસ્થામાં રહેલો સામાન્ય માણસ પણ કાયદાના ઘડતર વખતે કોઈ ભૂલ ન રહી જાય એની કાળજી રાખે છે, તો ત્રિકાલદર્શી તીર્થંકર ભગવાન દ્વારા તીર્થપ્રવર્તનકાળમાં સંસાર સમક્ષ ધર્મનું સ્વરૂપ પ્રગટ કરતી વખતે પ્રથમ દેશના આપતી વખતે કોઈ પ્રકારની ભૂલ રહી ગઈ હોય એવી કલ્પના કેવળ મિથ્યાત્વી અભવ્યાત્મા જ કરી શકે.
શ્રમણ ભગવાન મહાવીરે પૃથ્વી, અપ્, તેજસ, વાયુ અને વનસ્પતિકાયના જીવોના આરંભ-સમારંભને અબોધિ, અહિત અને અનંત કાળ સુધી ભયાવહ ભવાટવીમાં ભટકવાનું કારણ જણાવ્યું. અગર પૃથ્વી, અર્, તેજસ, વાયુ અને વનસ્પતિકાયના જીવોની હિંસા મોક્ષપ્રાપ્તિમાં લેશમાત્ર પણ કોઈ વ્રતી કે અવ્રતી માટે સહાયક હોત તો સંસારનાં અનંત દારુણ દુઃખોથી સંત્રસ્ત સંસારી પ્રાણીઓનાં દુ:ખોથી દ્રવિત થઈને એના પર દયા કરી એને મુક્તિનો માર્ગ બતાવવા માટે ધર્મતીર્થની સ્થાપના કરતી વખતે તીર્થંકર પ્રભુ સ્પષ્ટ શબ્દોમાં અપવાદ તરીકે ફરમાવી દેતા કે - મોક્ષપ્રાપ્તિ માટે પાંચ સ્થાવરકાયના જીવોની હિંસા થઈ શકે છે, પરંતુ ‘સવ્વ જગ-જીવ રક્ખણ-દયક્રયાએ ભગવયા પાવયણું સુકહિયં’
આ આગમ વચન અનુસાર મુક્તપ્રદાયી ધર્મતીર્થની સ્થાપના કરતી વખતે ભગવાને આ પ્રકારની કોઈ વાત ન કહીને સ્પષ્ટ શબ્દોમાં એમ ફરમાવ્યું કે - પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર માત્રના એકેન્દ્રિય જીવોની કોઈ પણ પ્રયોજન માટે, ત્યાં સુધી કે મોક્ષપ્રાપ્તિ માટે પણ હિંસા ન કરવામાં આવે.' કારણ કે જીવહિંસા અનંતકાળ સુધી જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ આદિ અસહ્ય દારુણ દુ:ખોથી ઓતપ્રોત સંસારમાં ભટકાવનાર છે.
પાર્શ્વચંદ્રસૂરિએ તો લોંકાશાહ કરતાં બે ડગલાં આગળ વધીને આચારાંગ સૂત્રના ઉપર દર્શાવેલ પાઠનો ઉલ્લેખ કર્યા પછી સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે - ‘સૂત્ર મતિઈ ઉત્સર્ગે નઈ વ્યવહારિ નથી દીસતિ’ અર્થાત્ સૂત્રની મૂળ ભાવનામાં ઉત્સર્ગ અને અપવાદની કોઈ વાત દૃષ્ટિગોચર થતી નથી.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૩૭૭૭ ૨૪૩