________________
વધીને આ સંબંધમાં એમ પણ લખ્યું છે કે -
बुढे जज्जर थेरं, जो घायइ जमल मुट्ठिणा तरुणो । जारिसी तस्स वेयणा, एगिंदी संघट्टणे तारिसी ॥ અર્થાત્ અતિ જીર્ણ-શીર્ણ અતિવૃદ્ધ પુરુષના વક્ષસ્થળ પર અગર કોઈ વિશિષ્ટ બળશાળી યુવા પુરુષ પોતાની સંપૂર્ણ શક્તિ લગાવીને મુષ્ટિનો પ્રહાર કરે તો એ મુષ્ટિપ્રહારથી જે પ્રકારની અસહ્ય પીડા એ જરાજર્જરિત વૃદ્ધ વ્યક્તિને થાય છે, ઠીક એવી રીતે ભીષણ વેદના સ્થાવરકાયના એકેન્દ્રિય જીવને સ્પર્શમાત્રથી થાય છે. '
કોઈ પણ એકેન્દ્રિયાદિ જીવની હિંસા કરતી વખતે એને કેવી પીડા થાય છે, એનું આગમમાં સ્પષ્ટ વર્ણન મળે છે. જે રીતે જન્મજાત મૂંગાબહેરા, હલન-ચલનમાં સંપૂર્ણ અક્ષમ વ્યક્તિને ભાલાની તીક્ષ્ણતાથી ઈજા પહોંચાડવામાં આવે તો એ ચીસ પાડી નહિ શકે, પણ એને એવી જ પીડાનો અનુભવ થાય છે, જેવો સક્રિય સંપન્ન સ્વસ્થ વ્યક્તિને આ પ્રકારની ક્રિયાથી થાય છે. એવી જ વેદના એકેન્દ્રિય જીવને પણ છેદનભેદન આદિ દુઃખદાયિની ક્રિયાથી થાય છે. આચારંગ સૂત્રના જીવહિંસા નિષેધાર્થક સૂત્રોના સંદર્ભમાં આ ગાથાનો અર્થ (બુદું જક્કર થેરે) કરવામાં આવે તો એનાથી એ ભાવ પ્રગટ થાય છે કે કેવળ સંઘટ્ટ માત્રથી - સ્પર્શથી એકેન્દ્રિય જીવને અસહ્ય દારુણ વેદના થાય છે. આમ, એકેન્દ્રિય જીવની કોઈ પણ પ્રયોજનથી, ત્યાં સુધી કે સ્વર્ગ કે મોક્ષપ્રાપ્તિની આકાંક્ષાથી પણ ક્યારેય ન તો હિંસા કરવામાં આવે, ન કરાવવામાં આવે અને ન તો આ પ્રકારની હિંસા કરનારને અનુમોદન આપવામાં આવે.
અહીં દરેક તટસ્થ વ્યક્તિ માટે એ વાત પણ વિચારણીય છે કે કોઈ પણ સુસભ્ય દેશમાં દંડ સંહિતા અથવા કાયદાની કોઈ પણ કલમમાં અમુક પ્રકારની છૂટની આવશ્યકતા જણાય તો જે તે કાયદાની કલમમાં અપવાદ રૂપ છૂટનું પ્રાવધાન પણ સ્પષ્ટ ઉલ્લેખ સાથે મળે છે. ઠીક એ જ રીતે મૂર્તિપૂજા આદિ ધાર્મિક વિધિ-વિધાનો માટે એકેન્દ્રિયાદિ જીવોની હિંસા કરવાનું આવશ્યક સમજાયું હોય તો આચારંગમાં તેની છૂટ વિશે જોગવાઈ આવશ્ય રાખવામાં આવી હોત ! | ૨૪૨ 969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)