________________
એમણે આપેલ ઉપદેશમાં શાસ્ત્રને ન માનવાનો કે અસ્વીકારનો કોઈ પ્રશ્ન જન્મતો નથી, એટલું સામાન્ય બુદ્ધિથી વિચારતાં સમજી શકાય.
જ્યાં સુધી આગમોને માનવા ન માનવાનો પ્રશ્ન છે, લોંકાશાહના ૫૮ બોલ, ૧૩ પ્રશ્નો, ૩૪ બોલ તથા પરંપરા વિષયક પ૪ પ્રશ્નોથી નિર્વિવાદ રૂપે એ સિદ્ધ થાય છે કે લોકાશાહની આગમો પ્રત્યે પ્રગાઢ આસ્થા હતી. આગમો, નિર્યુક્તિઓ, ચૂર્ણિઓ, વૃત્તિઓ અને આગમોનાં ભાષ્યોના ગહન અને ઊંડાણપૂર્વકના અધ્યયન બાદ એમને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે આગમોમાં અનેકાનેક પરસ્પર વિરોધી અને મૂળ આગમોથી નિતાંત વિપરીત માન્યતાઓ પ્રચુર માત્રામાં વિદ્યમાન છે, તો એમણે સર્વજ્ઞ ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત, ગણધરો દ્વારા ગ્રથિત અને ચતુર્દશ-પૂર્વધરો તથા દશપૂર્વધરો દ્વારા દ્વાદશાંગીથી નિર્મૂઢ આગમોને જ સર્વોચ્ચ પ્રમાણભૂત માની સ્વીકાર કર્યો. એની સાથે સાથે એમણે પૂર્વોના વિચ્છેદે અથવા અંતિમ પૂર્વધર આચાર્ય દેવર્ધિક્ષમાશ્રમણના વી. નિ. સં. ૧૦૦૦ના ઉત્તરવર્તી કાળમાં થયેલા આચાર્યોની કૃતિઓ હોવાના કારણે નિર્યુક્તિઓ, વૃત્તિઓ, ચૂર્ણિઓ અને ભાષ્યોને અંતિમ રૂપે માન્ય ન કર્યા.
નિષ્પક્ષ દૃષ્ટિએ શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાના પ્રાચીન ગ્રંથોના ઉલ્લેખો પર વિચાર કરવામાં આવે તો ગણધરો, ૧૪ પૂર્વધરો અને ઓછામાં ઓછા ૧૦ પૂર્વધરો દ્વારા તીર્થકરોના ઉપદેશોના આધારે ગુક્તિ આગમોને અંગના નામે ઓળખી શકાય છે. આગમોમાં ગણિપિટકને દ્વાદશાંગીની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. વીર નિર્વાણ સં. ૧000થી ઉત્તરવર્તી આચાર્યોની કૃતિઓને અંગની સંજ્ઞા આપી એને ગમતુલ્ય મહત્ત્વ આપવું અને આગમોની સાથે રાખી એને પંચાંગીની સંજ્ઞા આપવી વસ્તુતઃ સર્વજ્ઞભાષિત પવિત્ર આગમોની અશાતના કરવા તુલ્ય અપરાધ છે. દ્રવ્ય પરંપરાઓ દ્વારા ધર્મના વાસ્તવિક મૂળ સ્વરૂપમાં પ્રવેશી ગયેલી વિકૃતિઓને આગમવચન તુલ્ય સર્વમાન્ય ઠરાવવાના લક્ષ્યથી દ્રવ્ય પરંપરાઓના સૂત્રધારોએ નિયુકિતઓ, ભાષ્યો, વૃત્તિઓ અને ચૂર્ણિઓને આગમોની સમકક્ષ પ્રમાણભૂત સિદ્ધ કરવાના ઉદ્દેશથી પંચાંગીની કલ્પના કરી છે. આગમોમાં દ્વાદશાંગી, જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 969696969696969696969694 ૨૪૫ |