________________
પટ્ટાવલીના ઉલ્લેખો પર નિષ્પક્ષ અને ગંભીર દૃષ્ટિએ વિચાર કરવાથી એ સિદ્ધ થાય છે કે પૂર્વકાળમાં શતાબ્દીઓ સુધી સુવિહિત પરંપરાના નામથી લોક વિશ્રુત રહેલી પરંપરાને આગમોના પરિપ્રેક્ષ્યમાં જન-જન સમક્ષ પ્રકાશમાં લાવતા લોંકાશાહે એ વખતે આ શાસ્ત્રીય પરંપરાને ‘જિનમત' કે 'જિનમતિ' નામથી ઓળખાવી. લોકાશાહે આગમો પર આધારિત આ વિશુદ્ધ પરંપરાનું નામ જિનમતિ રાખ્યું હતું, એ વાતની પુષ્ટિ શ્રાવકો દ્વારા મુનિઓની સેવામાં પ્રસ્તુત કરવામાં આવેલા વિનંતી પત્રોમાં એમના નામની આગળ અથવા પાછળ ‘જિનમતિ' શબ્દના પ્રયોગથી પણ થાય છે. જિનેશ્વરપ્રભુ શ્રમણ ભગવાન મહાવીર દ્વારા ચતુર્વિધસંઘ તીર્થના સ્વરૂપે સ્થાપિત થયેલી વિશ્વકલ્યાણકારિણી ધર્મ પરંપરાને લોંકાશાહ દ્વારા જિનમતિ નામની સંજ્ઞા આપવાનું દરેક રીતે સમુચિત પ્રતીત થાય છે.
લોંકાશાહની માન્યતાઓનો વિરોધ કરવાના લક્ષ્યથી કઠુઆમતિ વિદ્વાન રામાકર્ણવેધી દ્વારા વિશાળ ગ્રંથ ‘લુંપક વૃદ્ધ હૂંડી'ની રચનાથી અને તત્કાલીન ગચ્છોની પટ્ટાવલીઓમાં ઉપલબ્ધ ‘હલાબોલ ઢુંઢક થયો’ અર્થાત્ જ્યાં જુઓ ત્યાં ચોતરફ લોંકાશાહના જ અનુયાયી ર્દષ્ટિગોચર થવા લાગ્યા છે;' આ ઉલ્લેખોથી એમ પ્રગટ થાય છે કે લોંકાશાહના ઉપદેશોમાં કોઈ અતીવ અદ્ભુત ચમત્કારી પ્રભાવ હતો અને એમના દ્વારા વિશુદ્ધ શ્રમણધર્મ તરફ તેઓ સહુને આકર્ષિત કરવામાં સક્ષમ હતા. લોકાશાહે સર્વજ્ઞ પ્રરૂપિત શુદ્ધ જૈન સિદ્ધાંતો પર આધારિત પોતાના ઉપદેશોમાં જીવહિંસાને જૈન ધર્માવલંબીઓના ધાર્મિક કાર્યકલાપોથી સદા-સર્વદા માટે પૂર્ણરૂપેણ સમાપ્ત કરી દેવાના લક્ષ્યથી આચારંગ આદિ સર્વજ્ઞભાષિત અને ગણધરો દ્વારા ગુંફિત આગમોના ઉદ્ધરણોને જન-જન સમક્ષ વિશદ્ વ્યાખ્યા સહિત પ્રસ્તુત કર્યા. એમણે સાહસપૂર્વક સ્પષ્ટ શબ્દોમાં એ બતાવ્યું કે - જૈન ધર્મમાં ષડ્જવનિકાય માટે એક પણ પ્રાણીની હિંસા માટે લેશમાત્ર અવકાશ નથી. પ્રાણીમાત્રની જીવનરક્ષાને, જીવદયાને સર્વોપરી સ્થાન આપવામાં આવ્યું છે.’ સર્વજ્ઞ-સર્વદર્શી વીતરાગ પ્રભુ મહાવીરે તીર્થ પ્રવર્તનકાળમાં સર્વપ્રથમ એ જ ઉપેદશ આપ્યો કે - પોતાના જીવનની રક્ષાની વાત તો દૂર, મોક્ષની પ્રાપ્તિ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) ૭૧ ૨૩૯