________________
શુદ્ધ સાધુ માર્ગનું પ્રવર્તન, લોંકાશાહના દીક્ષિત હોવા ન હોવા વિશે અભિમત, લોંકાશાહના સંબંધમાં દિગંબરાચાર્ય રત્નનંદિના વિચાર આદિની બાબતમાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ-ભાગ-૪’(મૂળ વિસ્તૃત ગ્રંથ)માં પ્રસ્તુત કરવામાં આવેલ છે.
લોકાગચ્છ પરંપરા : મૂળનામ જિનમતિ •
સમસ્ત જૈન સાહિત્યમાંથી પસાર થયા પછી અત્યાર સુધી ઉપલબ્ધ સંદર્ભો જોતાં લોકાશાહ દ્વારા સંસ્થાપિત પરંપરાના લોકાગચ્છ, કૂંપકગચ્છ, કૂંપાકગચ્છ અને જિનમતિ - આ ચાર નામ સિવાય કોઈ નામ મળતું નથી. જ્યાં સુધી લોંકાગચ્છ નામકરણનો પ્રશ્ન છે ; લોંકાશાહ જેવા આદર્શ ત્યાગી અને જિનશાસન-પ્રેમી મહાપુરુષ પોતાની હયાતીનાં કોઈ પણ સંજોગોમાં પ્રભુ મહાવીરના મહાન ધર્મસંઘનું નામ પોતાના નામ પર ‘લોકાગચ્છ' રાખવા માટે સહમત ન જ થાય. ‘કૂંપકગચ્છ' ને ‘લૂપાકગચ્છ' બે નામથી આ વિશુદ્ધ પરંપરાનું નામકરણ કરવાનો જ્યાં સુધી પ્રશ્ન છે, ‘લૂપક’ અને ‘લૂપાક’ બંને શબ્દોનો અર્થ છે - ચોર, લૂંટારા અને ડાકૂ. આવી સ્થિતિમાં કોઈ પણ સંભ્યસંઘ પોતાના આવા નામકરણ માટે તૈયાર ન જ થાય એ સ્વયં સ્પષ્ટ છે. એની સાથે જ
આ વિશુદ્ધ સાધુ પરંપરાના વિરોધી, પ્રતિપક્ષી અનેક ગચ્છોએ પોતાની પટ્ટાવલીઓ, કવિતાઓ, ચોપાઈઓ આદિમાં આ પરંપરા માટે લૂકાગચ્છ, લૂપકગચ્છ અથવા લૂંપાકમત એવા અશિષ્ટ - અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો છે. આ પ્રકારના અભદ્ર શબ્દોનો આ વિશુદ્ધ શ્રમણ પરંપરા માટે થયેલો પ્રયોગ આજે પણ પ્રતિપક્ષી ગચ્છોના સાહિત્યમાં યત્ર-તત્ર દૃષ્ટિગોચર થાય છે. એ સાથે જ લોકાગચ્છની અનેકાનેક પટ્ટાવલીઓમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે - ‘લોંકાશાહ દ્વારા કરવામાં આવેલ ધર્મોદ્ધારના પરિણામ સ્વરૂપે જે વિશુદ્ધ સાધુમાર્ગ અથવા દયામાર્ગની પરંપરા પ્રચલિત થઈ, એનું નામ વિરોધીઓએ વિદ્યુâષના કારણે લૂંકાગચ્છ અથવા લોંકાગચ્છ રાખ્યું.
હવે બાકી રહ્યું એક નામકરણ - જિનમતિ. વડોદરા વિશ્વવિદ્યાલયમાંથી પ્રાપ્ત ગચ્છાચાર વિધિ અને ખંભાત સંઘવી પોળ ભંડારથી પ્રાપ્ત ૨૩૮ |૭૩૩ ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)