________________
માટે પણ જન્મ-જરા, આધિ-વ્યાધિ અને મૃત્યુથી છુટકારો મેળવવા માટે પણ ષડ્જવનિકાયના કોઈ પ્રાણીની હિંસા ન કરવામાં આવે. જે હિંસા કરે છે એ અનંતકાળ સુધી ભવભ્રમણ કરતો દારુણ દુ:ખોનો ભાગી બને છે.' ચતુર્વિધ ધર્મતીર્થની સ્થાપના કરતી વખતે પ્રભુ મહાવીર દ્વારા સંસારની સમક્ષ પ્રગટ કરવામાં આવેલા આ શાશ્વત સત્યની પુષ્ટિ માટે અન્ય કોઈ પ્રકારની યુક્તિ પ્રસ્તુત કરવાની આવશ્યકતા રહેતી નથી. પરંતુ વૈદિકી હિંસા, હિંસા ન ભવતિ'ની જેમ ચૈત્યવાસી આદિ દ્રવ્ય પરંપરાઓના કર્ણધારો દ્વારા શતાબ્દીઓ પૂર્વે અધિકાંશ જૈનોમાં રૂઢ કરવામાં આવેલી ધાર્મિક હિંસાને સ્વીકારતી આગમ વિરુદ્ધ માન્યતાને, રૂઢિને નિરસ્ત કરવા તથા પૂર્વગ્રહથી ગ્રસ્ત લોકોને આગમ પ્રતિપાદિત સત્યપથ પર લાવવા માટે લોંકાશાહને જીવનભર ઝઝૂમવું પડ્યું. અનેક પ્રકારની યુક્તિઓ-પ્રયુક્તિઓ દ્વારા જન-જનને આગમ પ્રતિપાદિત ત્રિકાળ સત્યથી અવગત કરાવવા પડ્યા.
લોંકાશાહ દ્વારા ધર્મના સ્વરૂપમાં પ્રવેશેલી વિકૃતિઓના સમૂળવિચ્છેદ માટે અભિસૂત્રિત સર્વહારા ધર્મક્રાંતિના પ્રભાવ-પ્રવાહને ક્ષીણ અને અશક્ત કરવાના અભિપ્રાયથી, વિપુલ પરિંગ્રહનો ત્યાગ કરી આનંદવિમલસૂરિ આદિ ત્રણ આચાર્યોએ શામ-દામ-દંડ-ભેદ નીતિનો આશ્રય લઈ જે અભિયાન ચલાવ્યું એ નિરંતર પટ્ટાનુક્રમથી ચાલતું જ રહ્યું. આ પ્રકારના પ્રલોભનાત્મક અને છલપરક અભિયાનના પરિણામ સ્વરૂપ અંતતોગત્વા લોંકાશાહના વિરોધીઓને લોંકાગચ્છમાં દીક્ષિત કરાવ્યા હતા, તે લોકો લોંકાગચ્છ પર છવાઈ ગયા. એમણે લોંકાશાહ દ્વારા સૂત્રિત ધર્મક્રાંતિના મૂળ મંત્રથી વિપરીત દ્રવ્ય પરંપરાઓની માન્યતા ‘મૂર્તિપૂજા’ને અંગીકાર કરી. પોતાને લોંકાશાહના અનુયાયી અને લોંકાગચ્છીય બતાવતા લોકો સમક્ષ એમ પ્રગટ કરતા હતા કે લોંકાગચ્છ મૂર્તિપૂજાની માન્યતાને અંગીકાર કરે છે.
લોંકાશાહ દ્વારા પ્રારંભાયેલી સમગ્ર ધર્મક્રાંતિના વિરોધીઓની આ મોટી સફળતા હતી. પોતાનાં અભિયાનોમાં મળેલી અભૂતપૂર્વ સફળતાથી એમણે સંતોષનો શ્વાસ લીધો કે - હવે લોંકાગચ્છ સદાયને માટે સમાપ્ત થઈ ગયો.' પણ લોકાગચ્છમાં કરવામાં આવેલા આંતરિક વિસ્ફોટ છતાં ઊઊજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)|
૨૪૦