________________
લોકશાહની લેખિની અને વાણીના માધ્યમથી પંચમહાવ્રતધારી શ્રમણોના શ્રમણાચારના વિશુદ્ધ મૂળ શાસ્ત્રીય સ્વરૂપને જૈન ધર્મના વિશુદ્ધ આગમિક સ્વરૂપને જાણીને લોકો, તત્કાલીન શ્રમણ-શ્રમણી વર્ગમાં વ્યાપ્ત પરિગ્રહ, આરંભ, સમારંભ પ્રધાન શિથિલાચારની વિરુદ્ધ ખુલ્લો વિદ્રોહ કરવા કટિબદ્ધ થયા. પરિગ્રહના અંકમાં આકંઠ નિમગ્ન સાધુ નામધારી યતિવર્ગના વર્તુળમાં લોકશાહના શાસ્ત્ર સંમત શંખનાદથી ભયંકર ભૂકંપ આવી ગયો. નામધારી શ્રમણોના અનેકાનેક વિભિન્ન ગચ્છો, આચાર્યો, મઠાધીશો અને શ્રીપૂજ્યોના વહીવટથી સુવર્ણ, રજત, મોતી, રત્નજડિત પાલખીઓ, છડી-છત્ર, ચામરોની ભેટ આદિના સ્વરૂપમાં જે વિપુલ દ્રવ્યની બારેમાસ અવિરત આવક થતી હતી, એ આવકના સ્ત્રોત અવરોધાયાં. પોતાની અમર્યાદ આવક અને સુવિધાના સ્ત્રોતોમાં અવરોધ આવવાના કારણે તે લોકો આકુળ-વ્યાકુળ થવા લાગ્યા. તેઓ બધા મળીને સંપીને શામ-દામ-દંડ-ભેદ આદિની યથેચ્છ નીતિ અપનાવી, તત્પરતાથી લોંકાશાહનો વિરોધ કરવા લાગ્યા અને એમની વિરુદ્ધ અહર્નિશ છળ-પ્રપંચપૂર્ણ જયંત્રોની રચનામાં મગ્ન રહેવા લાગ્યા.
આ વિરોધ, ઉપસર્ગો અને વિન-અવરોધોથી લોકશાહ લેશપાત્ર વિચલિત ન થયા. સંપૂર્ણ ક્રાંતિના કંટકછાયા પ્રશસ્ત પથ પર એમના ચરણ આગમિક ઉદ્ધરણોના ઉદ્ઘોષોની સાથે-સાથે શત-શત ગુણિત વેગથી આગળ ને આગળ વધવા લાગ્યા.'
લોંકાશાહના આગમિક ઉપદેશોને સાંભળવા માટે ચારેબાજુથી શ્રદ્ધાળુઓ આવવા લાગ્યા. તેઓ જૈન ધર્મના સર્વજ્ઞ પ્રણીત વિશુદ્ધ સ્વરૂપના પ્રગાઢ નિષ્ઠાવાન અનુયાયી બનીને લોકાશાહની સમગ્ર ધર્મક્રાંતિને સશક્ત બનાવવામાં સક્રિય સહયોગ આપવા લાગ્યા. લોકશાહે શિથિલાચાર ને શિથિલાચારીઓ દ્વારા જૈનસંઘમાં પ્રચલિત કરવામાં આવેલા આડંબરપૂર્ણ કર્મકાંડો અને ભૌતિક વિધિવિધાનોનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો. ધર્મના આગમિક સ્વરૂપને સાંભળવા-સમજવા માટે પ્રતિદિન ઉપસ્થિત થનાર જનસમૂહને એમણે સારરૂપે સમજાવવાનું શરૂ કરી દીધું કે - “જિનેશ્વર પ્રભુ દ્વારા આગામોમાં પ્રદર્શિત ધર્મમાર્ગ પર ચાલનાર મુમુક્ષુ જ સાચો જૈન છે. તીર્થ પ્રવર્તનકાળમાં આર્યાવર્તના કોઈ પણ નગર, ગામ અથવા સ્થાનમાં ક્યાંય પણ જિનમંદિરો, જૈનચેત્યો [ ૨૩૪ છ96969696969696999) જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૪)