________________
પ્રચલિત કરવા, કરાવવા તથા શિથિલાચારનું અવલંબન લેવાનો ખુલ્લો અવસર પ્રાપ્ત થઈ ગયો.
એ રીતે પ્રથમ ક્રિયોદ્ધારક આચાર્ય વર્ધમાનસૂરિ દ્વારા પાટણની રાજસભામાં આ પ્રકારની સ્પષ્ટ ઘોષણા થઈ હતી કે - આપણે માત્ર ગણધરો અને ચતુર્દશ પૂર્વધરો દ્વારા ગ્રથિત આગમ જ માન્ય છે, ન કે કોઈ ઇતર ગ્રંથ. તેમ છતાં આગળ જતાં ન કેવળ વર્ધમાનસૂરિ દ્વારા સંસ્થાપિત શ્રમણ પરંપરામાં જ, પરંતુ સુવિહિત કહેવાતી મોટાભાગની દરેક પરંપરામાં પંચાગી(આગમ), નિર્યુક્તિ, ભાષ્ય ચૂર્ણિ અને ટીકાને પણ પરમ પ્રામાણિક માનવાનો પ્રારંભ કરી દીધો. આ રીતે ભગવાન મહાવીરના નિતાંત અધ્યાત્મપરક ધર્મસંઘમાં અનેક પ્રકારની અનાગમિક માન્યતાઓ, આડંબરપૂર્ણ વિધિ-વિધાનોને પ્રવેશવાનું પ્રવેશદ્વાર સદાયને માટે ખૂલી ગયું.
ભગવાન મહાવીરના વિશ્વકલ્યાણકારી ધર્મસંઘની આ પ્રકારની દયનીય પરિસ્થિતિથી દ્રવિત થઈને લોંકાશાહે એકમાત્ર આગમને જ સર્વોપરી પરમ પ્રામાણિત અને પરમ કલ્યાણકારી માનવાનો ઉદ્દઘોષ કરવાની સાથે સંપૂર્ણ ધર્મક્રાંતિ રૂપે પૂર્ણ ક્રિયોદ્ધારનો શંખનાદ કર્યો. લોંકાશાહનો આવિર્ભાવ
વિશ્વકલ્યાણકારી જૈન ધર્મના મૂળ સ્વરૂપ પર છવાયેલા બાહ્યાડંબર, ભૌતિક કર્મકાંડ અને શિથિલાચારના ઘટાટોપને છિન્ન-ભિન્ન કરવાના દેઢ સંકલ્પથી લોંકાશાહે સાહસ અને શૌર્યની સાથે વિ. સં. ૧૫૦૮માં આગમાનુસારિણી સર્વાંગપૂર્ણ ધર્મક્રાંતિનો સૂત્રપાત કર્યો. એમણે વાણીની સાથે-સાથે લેખિનીના માધ્યમથી સર્વજ્ઞ પ્રરૂપિત, સર્વદર્શી દ્વારા પ્રદર્શિત સદ્ધર્મના આગમાનુસારી મૂળ સ્વરૂપને લોકો સમક્ષ પ્રસ્તુત અને પ્રકાશિત કરવાની શરૂઆત કરી. એમણે એકાદશાંગીના પ્રમુખ અંગ આચારાંગ, સૂત્રકૃતાંગ આદિના આધારે પોતાના ઉપદેશો અને આગમોના સાર સ્વરૂપે પોતે એ સમયની લોકભાષામાં લખાયેલ બોલો, પ્રશ્નો આદિના માધ્યમથી જન-જનનાં મન-મસ્તિષ્ક અને હૃદયમાં એ પ્રકારની અતૂટ આસ્થા ઉત્પન્ન કરી દીધી કે અહિંસામૂલક, દયાપ્રધાન જૈન ધર્મમાં નાની-મોટી કોઈ પણ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. અધ્યાત્મપરક જૈન ધર્મમાં દ્રવ્યાર્ચનના રૂપમાં મૂર્તિપૂજા અને બાહ્યાડંબર માટે કિંચિત્ માત્ર પણ સ્થાન નથી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) OFF
૩૭, ૨૩૩