________________
પ્રશસ્તિથી તો એમ નિર્વિવાદ રીતે સિદ્ધ થાય છે કે વી. નિ. સં. ૨૦૦૦ (વિ. સં. ૧૫૩૦) સુધી વિશાખગણિ વિદ્યમાન હતા.
શ્વેતાંબર પરંપરાની ઉપલબ્ધ પટ્ટાવલીઓમાં તો ક્યાંય વિશાખગણિ કે વિશાખમુનિનો ઉલ્લેખ જોવા મળતો નથી પણ દિગંબર પરંપરાની પટ્ટાવલીઓમાં અને કથિત “નંદી આમ્નાયની પટ્ટાવલી'માં ચૌદ પૂર્વધર અંતિમ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુના પટ્ટધર તરીકે વિશાખાચાર્યનો ઉલ્લેખ મળે છે, જેમને પ્રથમ દશપૂર્વધર બતાવવામાં આવેલા છે. આ વિશાખાચાર્ય સિવાય અન્ય કોઈ વિશાખાચાર્યનો ઉલ્લેખ દિગંબર પરંપરાની પટ્ટાવલીઓમાં જોવા મળતો નથી. એ વિશાખામુનિનો આચાર્યકાળ વી. નિ. સં. ૧૬૩ થી ૧૭૩ સુધીનો ૧૦ વર્ષનો જણાવ્યો છે.
તો હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે શું વી. નિ. સં. ૧૬૩ થી ૧૭૩ સુધી આચાર્યપદ પર રહેલા દશપૂર્વધર વિશાખાચાર્ય જ નિશીથની પ્રશસ્તિમાં ઉલ્લેખિત વિશાખગણિ છે ? અનેક નક્કર તથ્યોના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી એ નિષ્કર્મ નીકળે છે કે દિગંબર પરંપરાની માન્યતાનુસાર વી. નિ. સં. ૧૬૩ થી ૧૭૩ સુધી આચાર્યપદે રહેલા વિશાખાચાર્ય કોઈ પણ સંજોગોમાં ઉપરોક્ત પ્રશસ્તિ દ્વારા અભિપ્રેત વિશાખગણિ ન હોઈ શકે. - તિત્વોગાલી પUણયની વિ. સં. ૧૪૫રમાં લિખિત તાડપત્રીય પ્રત પાટણ ભંડારમાં સચવાયેલી છે. એમાં વીર નિર્વાણ પછી કયા કયા અંગનો ક્યા વર્ષે હ્રાસ થયો હશે, એના વિવરણની સાથોસાથ એ અંગોને સંપૂર્ણ સ્વરૂપે ધારણ કરનાર અંતિમ શ્રમણના નામનો પણ ઉલ્લેખ થયો છે. આ વિવરણ - સાર નીચે મુજબ છે : ૧. પ્રથમ દશપૂર્વધર આચાર્ય સ્થૂલભદ્ર થયા. ૨. અંતિમ દશપૂર્વધર આચાર્ય સત્યમિત્ર થયા. ૩. વિ. નિ. સં. ૧000માં ઉત્તરવાચક વૃષભ(દેવર્ષિ ક્ષમાશ્રમણ)ની
સાથે પૂર્વગત જ્ઞાન નષ્ટ થઈ જશે. ૪. વિ. નિ. સં. ૧૨૫૦માં દિબ્રગણિ પુષ્યમિત્રના સ્વર્ગસ્થ થવાથી
૮૪૦૦૦ પદોવાળા અતિ વિશાળ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગ એકાએક " સંકુચિત થઈ જશે અને એની સાથે છ અંગોનો હ્રાસ થશે. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪) 263030333333333 ૨૨૯]