________________
ચુમાલીસમા યુગપ્રધાનાચાર્ય વિશાખગણિ
‘તિસ્થોગાલી યઇણય' મુજબ તેંતાલીસમા યુગપ્રધાનાચાર્ય હરિમિત્રના સ્વર્ગસ્થ થયા બાદ વી. નિ. સં. ૧૯૬૩માં આચાર્ય હરિમિત્રના પટ્ટધર ચુમાલીસમા યુગપ્રધાનાચાર્ય પદ પર વિશાખ મુનિને અધિષ્ઠિત કરવામાં આવ્યા. એવું અનુમાન કરવામાં આવે છે કે વી. નિ. સં. ૨૦૦૦ સુધી અર્થાત્ ૩૭ વર્ષ સુધી તેઓ યુગપ્રધાનાચાર્ય રહ્યા. એમની નિશ્રામાં નિશીથની થોડી પ્રતોનું આલેખન થયું હતું. ‘મહત્તર’ પદવી વિભૂષિત વિશાખગણિ અતુલ જ્ઞાનના ભંડાર અને વિશુદ્ધ શ્રમણાચારના પ્રતીક હતા. વી. નિ. સં. ૨૦૦૦ (વિ. સં. ૧૫૩૦)માં એમનો સ્વર્ગવાસ થયા પછી થોડાં અંગશાસ્ત્રોનો વ્યવચ્છેદ (હ્રાસ) થયો. વિશાખાચાર્યની વિદ્યમાનતાના પ્રમાણથી આપણે એવા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે, વી. નિ. સં. ૨૦૦૦ (વિ. સં. ૧૫૩૦) સુધી વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરનારી યુગપ્રધાન પરંપરા ભલે ક્ષીણ અવસ્થામાં રહી હોય પણ તે વિધમાન અવશ્ય રહી.
અહીં પ્રત્યેક વિજ્ઞના મનમાં સહજ એવી શંકા ઉત્પન્ન થઈ શકે કે - ‘વિ. સં. ૧૫૦૮માં જ મહાન ધમોદ્ધારક લોંકાશાહનો અભ્યુદય થઈ ગયો હતો. વિ. સં. ૧૫૩૧માં તો ભાણજી આદિ ૪૫ મુમુક્ષાઓએ લોંકાશાહના ઉપદેશોથી પ્રબુદ્ધ થઈ લોકાશાહ દ્વારા પુનઃ પ્રકાશમાં લાવવામાં આવેલ આડંબરરહિત વિશુદ્ધ જૈનમતમાં શ્રમણદીક્ષા ગ્રહણ કરી લીધી હતી, આવી સ્થિતિમાં અગર તે વખતે વિ. સં. ૧૪૯૩ થી ૧૫૩૦ની અવધિમાં વિશાખગણિ વિદ્યમાન હતા તો ક્યાંક ને ક્યાંક એમની પરંપરાનો ઉલ્લેખ તો મળવો જોઈએ, લોંકાશાહ સાથે પણ એમનો સાક્ષાત્કાર થવો જોઈએ.'
આ શંકાની બાબતમાં એટલું કહી શકાય કે સ્વયં લોંકાશાહનો જન્મ, જન્મસ્થાન, માતા-પિતાનું નામ, એમની કૃતિઓ, જીવનચર્યા, સ્વર્ગારોહણ આદિ એમના જીવનનાં અધિકાંશ મહત્ત્વપૂર્ણ તથ્ય હજી સુધી પ્રમાણભૂત રીતે પ્રકાશમાં આવ્યા નથી. આવી સ્થિતિમાં કોઈ નિશ્ચિત રીતે એમ કહેવા સક્ષમ નથી કે લોકાશાહનો વિશાખણ સાથે સાક્ષાત્કાર થયો હતો કે નહિ. ‘તિસ્થોગાલી પઇણય' અને ‘નિશીથ'ની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૨૨૮