________________
પ. વિ. નિ. સં. ૧૩૦૦માં માઢરગોત્રીય આચાર્ય સંભૂતિના સ્વર્ગવાસ
થવાથી સમવાયાંગનો હ્રાસ થશે. ૬. વી. નિ. સં. ૧૩૫૦ કે ૧૩૬૦માં આચાર્ય આર્જવયતિ(સંભૂતિ)ના
સ્વર્ગવાસ થવાથી સ્થાનાંગનો વ્યવચ્છેદ થશે. ૭. વી. નિ. સં. ૧૪00માં કાશ્યપ-ગોત્રીય જ્યેષ્ઠ ભૂતિ(જ્યેષ્ઠાંગગણિ)ના
નિધન પર કલ્પવ્યવહાર સૂત્રનો હ્રાસ થશે. ૮. વિ. નિ. સં. ૧૫૦૦ કે ૧૫૨૦માં ગૌતમ-ગૌત્રીય આચાર્ય ફલ્યુમિત્રનો
સ્વર્ગવાસ થવાથી દશાશ્રુત સ્કંધનો વ્યવચ્છેદ થશે. ૯. વી. નિ. સં. ૧૯૦૦માં ભારદ્વાજ-ગોત્રીય આચાર્ય મહાસુમિણ
(સુમિમિત્ર અથવા સ્વપ્નમિત્ર)ના સ્વર્ગવાસ પછી સૂત્રકૃતાંગનો
હાસ થશે. ૧૦. વી. નિ. સં. ૨૦૦૦માં વિશાખ મુનિના સ્વર્ગસ્થ થવાથી વી. નિ.
સં. ૨૦૦૦ થી ૩૦૦૦ વચ્ચેની અવધિમાં થોડાં અંગોનુ જ્ઞાન
વિચ્છિન્ન થઈ જશે. ૧૧. વી. નિ. સં. ૨૦૦૦૦(વીસ હજાર)માં હારિત-ગોત્રીય વિષ્ણુ| મુનિના સ્વર્ગસ્થ થવાથી આચારંગનો વ્યવચ્છેદ થઈ જશે. ૧૨. વી. નિ. સં. ૨૧૦૦૦ની અમુક ક્ષણો બાકી રહેતા-રહેતા અંતિમ
આચારાંગધર આચાર્ય દુ:પ્રસવના સ્વર્ગસ્થ થવાથી ચારિત્ર સહિત આચારાંગ પૂર્ણતઃ નષ્ટ થઈ જશે. -
આ રીતે તિથ્યોગાલી પUણયમાં વી. નિ. સં. ચોસઠમા આર્ય જંબૂના મુક્ત થવાથી કેવળજ્ઞાન આદિ ૧૦ પ્રકૃષ્ટ આધ્યાત્મિક શક્તિઓના વિચ્છેદ સહિત વી. નિ. સં. ૧૭૦ થી ર૧000 સુધી દ્વાદશાંગીના હૂાસનું અતિ સંક્ષિપ્ત વિવરણ ઉપલબ્ધ છે. સ્વયં ભગવાન મહાવીરના ઉપદેશના આધારે ગણધરો દ્વારા ગુંફિત ૧૦૦૦૦૦ શ્લોક - પ્રમાણ તિલ્યોગાલી પઘણય નામના પૂર્વકાળમાં વિદ્યમાન વિશાળ ગ્રંથના આધાર પર આ કૃશકાય તિલ્વોગાલી પધણણયની રચના કરવામાં આવી. ત્રિકાલદર્શી ભગવાન મહાવીરની દેશનાના આધારે ગણધરો દ્વારા ગ્રથિત આગમો અને એના આધારે પશ્ચાદ્દવર્તી આચાર્યો દ્વારા ગ્રથિત ગ્રંથોમાં ભાવિ ઘટનાઓનો ઉલ્લેખ જોઈને કોઈએ આશંકિત કે વિસ્મિત થવું જોઈએ નહિ. | ૨૩૦ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪)