________________
મલબારમાં જગડૂશાહના મુનીમોએ જ્યાં અનાજનાં ગોદામ બનાવ્યાં હતાં, ત્યાં બીજા વેપારીઓનાં પણ અનાજનાં ગોદામ હતાં. જગડૂશાહના ગોદામ અને એક અન્ય વેપારીના ગોદામની વચ્ચે એક પાષાણની શિલા પડી હતી. એ શિલા પર બેસી બંને ગોદામના મુનીમ સવારે દાતણ કરતા હતા. એક સવારે સંયોગ એવો થયો કે બંને મુનીમ દાતણ કરવા એક સાથે શિલા પાસે પહોંચ્યા. એ શિલા એટલી જ મોટી હતી કે એક સમયે એક જ વ્યક્તિ તેના પર બેસી શકે, બે વ્યક્તિ એકસાથે બેસી શકે એટલી જગ્યા નહોતી. તેથી શિલા પર પહેલા બેસવા માટે બંને વચ્ચે “પહેલા હું નો ગજગ્રાહ શરૂ થયો. વાતવાતમાં મામલો ઉગ્ર થઈ ગયો. રાજકર્મચારીઓએ બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ ટસનું મસ ન થયું. બંનેની હઠ જોઈ રાજ્યાધિકારીએ કહ્યું : “આપ બંનેમાંથી જે વ્યક્તિ રાજાને ૬૦૦ સ્પર્ધક (પ્રાચીનકાલીન એક સિક્કો) આપશે, એ જ આ શિલા પર પહેલાં બેસીને દાતણ કરશે.” રાજ્યાધિકારીની આ શરત સાંભળતાં જ બંને મુનીમ ૬૦૦ સ્પર્ધક આપવા તૈયાર થઈ ગયા. બીજા વેપારીના મુનીમે કહ્યું: “હું ૭00 સ્પર્ધક આપીશ.” જગડૂશાહના મુનીમે કહ્યું : “હું ૮00 સ્પર્ધક આપીશ.” - ત્યાર બાદ બંને મુનીમોમાં સ્પર્ધા થઈ ગઈ. બંને એકબીજા કરતાં વધુ ને વધુ ધનરાશિ આપવાની વાત કરવા લાગ્યા. બંને મુનીમ પોતાના શ્રેષ્ઠીઓની મોટપ - લોકોના મનમાં સ્થાપિત કરવા વિશે દેઢ હતા. આજુબાજુના વેપારીઓના મુનીમો અને કર્મચારીઓનો જમાવડો થયો. બંને મુનીમ પોતપોતાના શ્રેષ્ઠીને નીચે જોવું પડે એવું કરવા તૈયાર ન હતા. નિરંતર એક બીજાથી વધીને ધનરાશિ બોલતા હતા. અંતે જગડૂ શાહના મુનીમે ધનરાશિ વધારતા ૨૫૦૦ સ્પર્ધક આપવાની જાહેરાત કરી. બીજા વેપારીના મુનીમે આનાથી વધારે ધનરાશિ આપવાનું સાહસ ન કર્યું. રાજ્યાધિકારીઓએ ૨૫૦૦ સ્પર્ધક જગડૂશાહના મુનીમ પાસેથી લઈ તત્કાળ એ શિલા સદાયને માટે જગડૂશાહના સ્વામિત્વમાં - અધિકારમાં જગડૂશાહને સોંપી દીધી. જગડૂશાહના મુનીમે એ શિલા પર બેસી ગર્વાનુભૂતિથી દાતણ કર્યું.
જગશાહ આવ્યા કે મુનીમે એમને શિલા સંબંધી પૂરું વિવરણ સંભળાવ્યું. એનાથી જગડૂશાહ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે મુનીમની [ ૨૧૮ 996969696969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪)