________________
પીઠ થપથપાવી અને સરાહના કરતા કહ્યું : “ધન્યવાદ! તમે ખૂબ સારું કર્યું. આ ક્ષેત્રમાં મારા હિતની રક્ષા કરી.” જગડૂશાહે એ પાષાણશિલાને ત્યાંથી ઉપડાવીને પોતાના નિવાસસ્થાને રખાવી દીધી અને પ્રતિદિન પ્રાતઃકાળે એ શિલા પર બેસી દાતણ કરવા લાગ્યા.
એક દિવસ બપોર વેળાએ જગqશાહ ભોજન કરવા માટે બેઠા જ હતા કે એક યોગી દ્વાર પર આવ્યા. જગડૂશાહે પોતાની પત્નીને કહીં : ધર્મિષ્ઠા ! એક માણસનું પેટ ભરાય એટલી જલેબી એ યોગીરાજને આપો.” શાહપત્ની જલેબીથી ભરેલો થાળ લઈ યોગી સમક્ષ ગઈ અને જલેબી ભરેલો થાળ સ્વીકારવા અભ્યર્થના કરવા લાગી. પરંતુ યોગીએ જલેબીઓ સ્વીકારી નહિ અને દ્વાર પર પૂર્વવત્ ઊભો રહ્યો. ગૃહસ્વામિનીએ જગqશાહને નિવેદન કર્યું કે - “યોગીરાજ જલેબી સ્વીકારતા નથી.” જગડૂશાહે પત્નીને કહ્યું : “ભલે ! તો તમે ઇમરતી(વલિકા)થી ભરેલ ચાંદીનો થાળ આપી દો.”
શાહપત્નીએ તત્કાળ પોતાના પતિના આદેશનું પાલન કરતાં એક ભારે ચાંદીનો થાળ ઇમરતિઓથી ભરેલો એ યોગીને સાદર પ્રદાન કર્યો. એનાથી યોગી પૂર્ણતઃ સંતુષ્ટ થયા અને બોલ્યા : “હે મહાદાની ! હું તમારી પરીક્ષા કરવા જ પૃથ્વી પર ભિક્ષાર્થે ભ્રમણ કરવા આવ્યો છું. સાચા દાનીને જોવાની અભિલાષાથી હું વિગત ૬ મહિનાથી ભિક્ષાર્થે ભ્રમણ કરી રહ્યો છું, કિન્તુ મને કોઈ દાની દૃષ્ટિગત નથી થયો. સંસારનો ઉદ્ધાર કરવામાં સક્ષમ તને આજ જોઈને મને પરમ સંતોષ થયો. વસ્તુતઃ તમે સાચા દાતા છો અને અભાવગ્રસ્ત સંસારનો ઉદ્ધાર કરવામાં સક્ષમ છો.”
જગડૂશાહે યોગીની તરફ જિજ્ઞાસાભરી દૃષ્ટિ નાખતા કહ્યું : “યોગી ! મારી પાસે એટલું ધન ક્યાં છે?”
“શ્રેષ્ઠીવર્ય! તમારી પાસે જે પાષાણશિલા છે, એ અક્ષય દ્રવ્યમયી છે.” એટલું કહીને યોગી મૌનસ્થ એ પાષાણશિલા તરફ નિર્નમેષ દૃષ્ટિથી જોતો રહ્યો.
યોગીને દેવા માટે વસ્ત્રાદિ લેવા જગડૂશાહ શીવ્રતાપૂર્વક પોતાના ઘરના એક કક્ષમાં ગયા અને થોડીક વસ્તુઓ લઈને તત્કાળ બહાર ગયા. પરંતુ એણે જોયું કે યોગી તો આસપાસ ક્યાંય નથી. યોગીની ચારેકોર જૈન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૪) 96969696969€96969696962 ૨૧૯ |