________________
શિષ્યોની આ સૂચના સાંભળી ગુરુદેવે પણ જોયું કે વસ્તુતઃ ચંદ્રમાં રોહિણી-શકટનું ભેદન કરી રહ્યો હતો. ગુરુએ પોતાના શિષ્યોને પૂછયું : “અહીં તમારી આસપાસ તમારા સિવાય કોઈ વ્યક્તિ તો હાજર નથી ને ?”
આમ તેમ જોઈને શિષ્યોએ કહ્યું : “નહિ, ભગવંત ! અહીં આપણી પાસે અન્ય કોઈ ઉપસ્થિત નથી.” ઉપાશ્રયમાં અંધકાર હોવાના કારણે સાધુઓની નજીક એક સ્તંભની આડશમાં બેઠેલા જગડૂશાહ કોઈને દેખાયા નહિ.
શિષ્યગણના ઉત્તરથી આશ્વસ્ત ગુરુએ કહ્યું : “ચંદ્ર દ્વારા રોહિણીશકટનું ભેદવું એ અનિષ્ટની પૂર્વ સૂચના છે કે - “વિ. સં. ૧૩૧પમાં દેશવ્યાપી ૩ વર્ષનો એક ભીષણ દુકાળ પડશે.”
શિષ્યગણે પૂછ્યું: “ભગવાન ! એ ભાવિ સંક્રાતિ કાળમાં લોકોનો ઉદ્ધાર કરનાર કોઈ છે કે નહિ?”
ગુરુએ પોતાના શિષ્યોને આશ્વાસન કરતાં કહ્યું: “અદેશ્ય શક્તિએ અમને પહેલાં જ જણાવી દીધું છે કે જગડૂશાહ એ દેશવ્યાપી ભીષણ સંકટના સમયમાં દેશવાસીઓનો ઉદ્ધાર કરશે, દીન-દુઃખી જીવોના પ્રાણની રક્ષા કરશે.”
શિષ્યવર્ગે શંકાભર્યા સ્વરે પૂછ્યું : “ભગવાન ! જગડૂશાહની પાસે એટલું ધન ક્યાં છે, કે જેથી દુષ્કાળપીડિત કોટિ-કોટિ લોકોની જઠરાગ્નિને શાંત કરી એમની પ્રાણરક્ષા કરવામાં સક્ષમ થશે ?” " ગુરુએ કહ્યું: “જગડૂશાહના ઘરની પાછળ વાડો છે. વાડામાં એક વૃક્ષ છે, જેની નીચે ત્રણ કરોડ સુવર્ણમુદ્રાઓ પડી છે.” * - ગુરુ-શિષ્યો વચ્ચે થતો વાર્તાલાપ સાંભળી જગડૂશાહએ મનોમન | વિચાર કર્યો - “ઓહ ! મારું સદ્ભાગ્ય છે કે ગુરુના મુખારવિંદથી મારા વિશેની વાતચીત સાંભળી રહ્યો છું.” આખી રાત મૌન ધારણ કરી તે ઉપાશ્રયમાં ધર્મારાધના કરતો રહ્યો. સવારે પોતાને ઘરે ગયો. ઉપવાસનું પારણું કર્યા પછી તેણે પોતે જ વૃક્ષની નીચે ખોદકામ કરીને જોયું તો રાત્રે ગુરુજીના મુખેથી જે સાંભળ્યું હતું તે પૂર્ણતઃ સત્ય સિદ્ધ થયું. ત્રણ કરોડ સુવર્ણમુદ્રાઓ પ્રાપ્ત થઈ જવાથી જગડૂશાહના મનમાં પુષ્કળ માત્રામાં અનાજનો સંગ્રહ કરવાની તીવ્ર આકાંક્ષા ઉત્પન્ન થઈ. પોતાના સંકલ્પ મુજબ એણે દેશના વિભિન્ન ભાગોના બજારોમાંથી ધાન્યનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 9999999999૬૩ ૨૧૦ |