________________
દાનવીર શ્રાવક જગહૂશાહ
ભગવાન મહાવીરના છપ્પનમા પટ્ટધર આચાર્ય ગજસેન(વી. નિ. સં. ૧૭૭૯-૧૮૦૬)ના આચાર્યકાળ અને એકતાલીસમા યુગપ્રધાનાચાર્ય રેવતિમિત્ર(વી. નિ. સં. ૧૭૬૨-૧૮૪૦)ના યુગપ્રધાનાચાર્યકાળમાં જગડૂશાહ નામના એક મહાદાની અને જિનશાસન પ્રભાવક શ્રેષ્ઠી શિરોમણિ શ્રાવક થયા. જેમણે વિક્રમ સં. ૧૩૧૫-૧૭ (વી. નિ. ૧૭૮૫-૮૭)માં પડેલા દેશવ્યાપી ભીષણ ત્રિવાર્ષિક દુષ્કાળના સમયે દેશના વિભિન્ન ભાગોમાં ૧૧૨ ભોજનશાળાઓ ખોલીને તથા પોતાના વિશાળ અનાજના ભંડારોને અકાળગ્રસ્ત જનતા માટે દાન કરી માનવતાની અભૂતપૂર્વ સેવા કરી. મહાન જિનશાસન પ્રભાવક માનવસેવી જગડૂશાહની યશોગાથાઓ આજે પણ દેશના ખૂણે-ખૂણે ગવાય છે.
મહાદાની જગડૂશાહે પોતાના જીવનકાળમાં માનવતાની જે ઉલ્લેખનીય સેવાઓ કરી એનું સંક્ષિપ્ત વિવરણ અહીં આપવામાં આવી રહ્યું છે. પાંચાલ પ્રદેશના શૃંગાર સ્વરૂપ ભદ્રેશ્વર નામના ગામમાં શાહ સોલાસાલગ નામના એક શ્રીમાળી જાતીય મુખ્ય વેપારી રહેતા હતા. તેઓ જિનશાસન પ્રત્યે પ્રગાઢ નિષ્ઠા રાખનાર શ્રદ્ધાળુ શ્રમણોપાસક હતા. શાહ સોલાને જગડૂ નામનો એક પુત્ર હતો. જગસ્ફૂશાહની ગણના અગ્રણી શ્રાવકોમાં થતી હતી. વ્યવસાયમાં વ્યસ્ત હોવા ઉપરાંત પણ જગસ્ફૂશાહ પ્રતિદિન નિયમિત સ્વરૂપે સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મસાધના કરતા હતા. એક દિવસ એક જૈનાચાર્ય પોતાના શિષ્યોની સાથે ભદ્રેશ્વરમાં આવ્યા. જગશાહે પોતાની શ્રદ્ધા-નિષ્ઠાની સાથે શ્રમણ વર્ગની સેવાઉપાસના કરી. જગડૂશાહે ઉપાશ્રયમાં શ્રમણોની સેવામાં ઉપસ્થિત થઈ પર્વ-તિથિના દિવસે પૌષધવ્રત કર્યું.
રાત્રે પ્રતિક્રમણ આદિ આવશ્યક ધાર્મિક ક્રિયાઓથી નિવૃત્ત થયા પછી મૌન ધારણ કરીને જગડૂશાહ ઉપાશ્રયમાં એક તરફ બેસી પંચપરમેષ્ઠી નમસ્કારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા.
રાત્રિનો એક પ્રહર પસાર થયા પછી ઉપાશ્રયમાં બેઠેલ એક શ્રમણની દૃષ્ટિ અનાયાસ જ આકાશમાં ગ્રહ-નક્ષત્રો પર પડી. એણે જોયું કે ચંદ્રમા રોહિણી-શકટનું ભેદન કરે છે. એણે બીજા સાધુઓને પણ આ દેશ્ય દેખાડ્યું. એ સાધુઓને ખૂબ આશ્ચર્ય થયું. તેઓ પોતાના ગુરુની સેવામાં ઉપસ્થિત થયા અને કહ્યું : “ભગવાન ! આજે આ સમયે ચંદ્ર રોહિણીશકટનું ભેદન કરી રહ્યો છે.’
૨૧૬ ૭૩
ૐ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)