________________
પિંજરામાંથી મુક્ત કર્યા. સૂરિજીના ઉપદેશથી જજિયાવેરો તથા તીર્થસ્થાનોમાં યાત્રીઓથી વસૂલ કરવામાં આવતો “મૂંડકા” કર પણ બંધ કરાવ્યો. આચાર્યના ઉપદેશથી પ્રભાવિત અકબરે પોતાના વિશાળ સામ્રાજ્યમાં અનેક વખત અહિંસા-મૂલક અભયદાનની પણ ઘોષણા કરાવી. મહારાણા પ્રતાપે પણ વિ. સં. ૧૬૩૫ની આસો સુદ પાંચમ ને ગુરુવારના દિવસે હીરવિજયસૂરિની સેવામાં એક પત્ર મોકલી એમને ઉદયપુર પધારવાની પ્રાર્થના કરી.
હીરવિજયસૂરિ વસ્તુતઃ મૃદુલાષી, ગુણગ્રાહી ને પોતાના સમયના મહાન પ્રભાવક આચાર્ય હતા. “તપાગચ્છ પટ્ટાવલી’ અનુસાર એમના ઉપદેશોથી પ્રભાવિત થઈને લોકાગચ્છના મેઘજી ઋષિએ પોતાના ૩૦ સાથી સાધુઓની સાથે લોકાગચ્છનો ત્યાગ કરી વિ. સં. ૧૬૨૮માં તપાગચ્છ સ્વીકાર કરી લીધો. હીરવિજયસૂરિએ એમનું નામ ઉદ્યોતવિજય રાખ્યું. અકબરના સાંનિધ્યમાં રહેનાર નાગૌરનિવાસી જૈતાશાહ નામના જૈન ગૃહસ્થ પણ હીરવિજયસૂરિના ઉપદેશોથી પ્રબુદ્ધ થઈ એમની પાસે શ્રમણધર્મની દીક્ષા અંગીકાર કરી. એમનું નામ જિતવિજય રાખ્યું. પરંતુ લોકો એમને “બાદશાહી યતિ'ના નામે જ ઓળખતા હતા.
હીરવિજયસૂરિના આચાર્યકાળમાં એમના આજ્ઞાનુવર્તી સાધુઓની સંખ્યા લગભગ ૨૦૦૦ અને સાધ્વીઓની સંખ્યા ૩૦૦૦ હોવાનો ઉલ્લેખ મળે છે. ખરેખર એ વાસ્તવમાં તો તપાગચ્છનો સુવર્ણકાળ હતો. ‘તપાગચ્છ પટ્ટાવલી'માં તપાગચ્છની ૧૦ શાખાઓનો ઉલ્લેખ મળે છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 96969696969696969692 ૨૧૫ |