________________
તપસ્યા કરી. આનંદવિમલસૂરિનું કઠોર તપ, ઉગ્ર વિહાર અને વિવિધ સ્થળે ધર્મપ્રચારના પરિણામે તપાગચ્છ એક શક્તિશાળી અને બહુજન માન્ય લોકપ્રિય સંઘ તરીકે ઉદિત થયો. ‘તપાગચ્છ પટ્ટાવલી’ અનુસાર આનંદવિમલસૂરિની આજ્ઞામાં વિચરણ કરનાર સાધુઓની સંખ્યા ૧૮૦૦ સુધી પહોંચી ગઈ હતી.
આચાર્ય હીરવિજયસૂરિ
‘તપાગચ્છ પટ્ટાવલી’ અનુસાર ભગવાન મહાવીરના અઠ્ઠાવનમા પટ્ટધર હીરવિજયસૂરિ મહાન જિનશાસન પ્રભાવક આચાર્ય થયા. આચાર્ય હીરવિજયસૂરિની પરમ ભક્ત શ્રાવિકા ચંપાએ છ માસના ઉપવાસનું ફતેપુર સીકરીમાં ઉગ્ર તપ કર્યું. સંઘે શ્રાવિકા ચંપાની આ તપસ્યાની પ્રભાવનાના ઉપલક્ષ્યમાં વિવિધ વાદ્ય-યંત્રોની સાથે શોભાયાત્રા કાઢી. બાદશાહ અકબરે પોતાના મહેલમાંથી આ વિશાળ શોભાયાત્રાનું સુંદર દશ્ય જોઈને પોતાના અનુચરોને એ શોભાયાત્રા બાબતે પૂછ્યું. જ્યારે અકબરને જાણ થઈ કે - ‘એક મહિલાએ છ મહિનાની નિરાહાર તપસ્યા કરી છે,' તો બાદશાહ અકબરે સન્માનપૂર્વક તેને રાજમહેલમાં બોલાવી અને આશ્ચર્યકારી તપસ્યા બાબતે પૂછ્યું કે - “આવી અદ્ભુત તપસ્યા કઈ રીતે કરી શકી ?” જ્યારે ચંપાએ જણાવ્યું કે - “આ બધી ગુરુદેવ હીરવિજયસૂરિની કૃપાના કારણે થઈ શક્યું છે.” તો બાદશાહના અંતઃકરણમાં હીરવિજયસૂરિના દર્શનની ઉત્કટ અભિલાષા જન્મી. બાદશાહે ગુજરાતના પ્રશાસક શિતાબખાનના નામે ફરમાન અને હીરવિજયસૂરિ પાસે વિનંતીપત્ર મોકલી તેમનાં દર્શન કરવાની પોતાની હાર્દિક ઇચ્છા પ્રગટ કરી.
બાદશાહનું ફરમાન જોઈને જ ગુજરાતનો સૂબેદાર શિતાબખાન ગભરાઈ ગયો. હીરવિજયસૂરિની સાથે એણે ઘણો દુર્વ્યવહાર કર્યો હતો. એના માટે એણે હીરવિજયજીની વારંવાર ક્ષમા માંગી. આચાર્ય હીરવિજયસૂરિ ગુજરાતથી વિહાર કરી ફતેહપુર સીકરી પહોંચ્યા, અકબરે તેમને પોતાના દરબારમાં સન્માનપૂર્વક આમંત્રિત કર્યા. એમનો ઉપદેશ સાંભળી અકબર ખૂબ પ્રસશ થયો. સૂરિજીના પરામર્શ પર એણે ભોજન માટે એકત્રિત કરેલા જાત-જાતનાં પક્ષીઓને જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૨૧૪