________________
૨૧. કોઈ લેખક પાસે એક હજાર શ્લોક-પ્રમાણથી અધિકનું આલેખન
ન કરાવવામાં આવે. ૨૨. દ્રવ્ય આપીને કોઈ બ્રાહ્મણ પાસે કોઈ સાધુ ન ભણે. ૨૩. જે ગામમાં ચાતુર્માસ કર્યા હોય એ ગામમાં ચાતુર્માસ સમાપ્તિ
પછી વસ્ત્ર ગ્રહણ કરવાનું સાધુને કલ્પતું નથી. ૨૪. અકાળમાં સઝાય કરવાથી આયંબિલ કરવામાં આવે. ૨૫. સદાય (બારેમાસ) એકાસણા કરવામાં આવે. ૨૬. બેલે (છઠ) આદિના પારણા પર ગુરુદેવની આજ્ઞાનુસાર તપસ્યા
કરવામાં આવે. ૨૭. પરિટ્રાવણિયાગારેણં” ન કરવામાં આવે. ૨૮. આઠમ, ચૌદશ અને શુક્લ પક્ષની પાંચમ - આ પાંચ તિથિઓમાં
ઉપવાસ કરવામાં આવે. ૨૯. આઠમ અને ચૌદશના વિહાર ન થાય. ૩૦. નવીમાં એક નીવિયાતાંથી નીવથી વધારે ન લેવામાં આવે. ૩૧. ૮૪ ગચ્છના સાધુઓમાંથી કોઈ પણ સાધુને ગુરુ આજ્ઞા વગર
પોતાની પાસે ન રાખવામાં આવે. ૩૨. ગુરુને પૂછ્યા વગર કોઈ નવી પ્રરૂપણા, કોઈ નવી સમાચારીના
ઉપદેશનો પ્રારંભ ન કરવામાં આવે. ૩૩. નવનિર્મિત સ્થાનમાં રહેવું નહિ. ૩૪. કોરપાણવાળાં વસ્ત્ર લેવાં નહિ. ૩૫. કોરા વસ્ત્રમાં સલવટ નાખવી, એકદમ નવું વસ્ત્ર ગીતાર્થ મુનિ
સિવાય કોઈ સાધુ પોતાના કામમાં ન લે.
આ પ્રકારે ૩૫ બોલની ઘોષણા પછી આનંદવિમલસૂરિએ વિભિન્ન ક્ષેત્રોમાં ફરીને લોકાગચ્છ, ખરતરગચ્છ, કડવામત, બીજામત આદિ થોડા ગચ્છો વિરુદ્ધ પ્રચાર કરતાં તપાગચ્છને સુદૃઢ, શક્તિશાળી અને લોકપ્રિય બનાવવાના અભિયાનનો પ્રારંભ કર્યો. ક્રિયદ્વાર પછી આનંદવિમલસૂરિએ ૧૪ વર્ષ જેટલી સુદીઘવધિ સુધી બેલે-બેલેની જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 96969696969696969696969 ૨૧૩]