________________
૬. ગુરુદેવ અગર દૂર હોય તો પત્રના માધ્યમથી ચાતુર્માસની આજ્ઞા ગુરુદેવ પાસેથી પ્રાપ્ત કરવામાં આવે.
૭. કોઈ સાધુને એકલા વિહાર ન કરવા દેવો.
૮. અગર કોઈ એકલવિહારી સાધુ આવી જાય તો એમને પાટ પર ન બેસાડવા.
૯. બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચૌદશ, અમાસ અને પૂનમ - આ રીતે એક મહિનામાં ૧૨ દિવસ સુધી ભિક્ષા, ગોચરીમાં વિગય ન વહોરવામાં આવે, અગર વહોરી લેવાય તો આ તિથિઓના દિવસે ઉપવાસ, આયંબિલ, આદિની યથાશક્તિ તપસ્યા કરવી. ૧૦. તિથિવૃદ્ધિની અવસ્થામાં એક દિવસ વિગય ગ્રહણ ન કરવામાં આવે.
૧૧. પાત્રો પર રંગરોગાન ન કરવામાં આવે.
૧૨. પાત્રોને આકર્ષક ન બનાવવાં, કાળા રાખવાં.
૧૩. યોગોહન વગર આગમોનું વાંચન ન કરવામાં આવે.
૧૪. એક સમાચારીવાળા સાધુ અગર કોઈ વખત બીજા ઉપાશ્રયમાં રહે તો ગીતાર્થની પાસે ઉપસ્થિત થઈ એમને વંદના કરીને પછી શય્યાતરનું ઘર પૂછીને ભિક્ષાચરી કરવી જોઈએ.
૧૫. એક દિવસમાં આઠ સ્તુતિવાળા દેવનું એકવાર વંદન કરવું. ૧૬. દિવસમાં અઢી હજાર શ્લોક-પ્રમાણ સ્વાધ્યાય-ધ્યાન કરવા જોઈએ. અગર એટલું ન થાય તો ઓછામાં ઓછું સો શ્લોકપ્રમાણ સ્વાધ્યાય-ધ્યાન અવશ્ય કરવામાં આવે.
૧૭. વસ્ત્ર, પાત્ર, કામળી આદિ ઉપકરણ સાધુ સ્વયં વહન કરે. કોઈ પણ ગૃહસ્થ પાસે તેનું વહન ન કરાવવું.
૧૮. વર્ષમાં એક વખત જ વસ્ર-પ્રક્ષાલન કરવામાં આવે, બીજી વખત નહિ.
૧૯. પાઠશાળામાં કોઈ પણ સાધુ ન જાય.
૨૦. પાઠશાળામાં ભણવા-વાંચવા માટે પણ સાધુએ ન જવું.
૨૧૨
© જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)