________________
શ્રમણ-શ્રમણી વર્ગને પંચાંગીનો સહારો લઈ શિથિલાચાર તરફ ઉન્મુખ થવાનો કોઈ અવકાશ રહેતો ન હતો.
લોકાશાહ વિ. સં. ૧૫૦૮માં મહાન ધર્મક્રાંતિનો સૂત્રપાત કર્યો. સ્વયં લોંકાશાહે એમના અનુયાયીઓએ તથા ધર્મક્રાંતિના ફળસ્વરૂપ આગમ પ્રરૂપિત વિશુદ્ધ શ્રમણપથ પર અગ્રેસર થયેલા જિનમતી (જેમને વિરોધી અને અન્ય લોકો લૂંકામતી કહેવા લાગ્યા હતા) શ્રમણ-શ્રમણીવર્ગે ધર્મના વિશુદ્ધ આગમિક સ્વરૂપનો પ્રસાર-પ્રચાર કરવાની શરૂઆત કરી. થોડા સમયમાં જ લોકશાહ દ્વારા પુનરુદ્ઘોષિત ધર્મના વિશુદ્ધ સ્વરૂપના અનુયાયીઓની સંખ્યા અપેક્ષા કરતાં વધી ગઈ. દેશના વિભિન્ન ભાગોમાં લોકશાહની કીર્તિપતાકા ફરકવા લાગી.
લોકાશાહ દ્વારા થયેલી ધર્મક્રાંતિના પરિણામ સ્વરૂપે વિશુદ્ધ આગમિક પથના અનુયાયીઓની દેશના મોટાભાગના પ્રદેશોમાં વધતી જતી સંખ્યાને જોઈ અન્ય ગચ્છોએ અનુભવ કર્યો કે - “લૂંકાના અનુયાયીઓના પ્રસાર-પ્રચારથી એમના અસ્તિત્વ પર સંકટના વાદળ ઘેરાવાં લાગ્યાં છે.” આવી આશંકાથી પ્રેરિત થઈને તપાગચ્છના છપ્પનમાં પટ્ટધર આનંદ વિમલસૂરિએ વિ. સં. ૧૫૮૨માં કિયોદ્ધાર કર્યો. ક્રિયોદ્ધાર બાદ વિ. સં. ૧૫૮૩માં ઘોર તપસ્યાની સાથે નીચે મુજબ ૩૫ બોલ અથવા નિયમોની ઘોષણા કરી : ૧. ગુરુની આજ્ઞાથી જ વિહાર કરવો. ૨. કેવળ વણિક જાતિના વિરક્તોને જ શ્રમણ-શ્રમણી ધર્મમાં દીક્ષિત
કરવાં, અન્ય જાતિના લોકોને નહિ. ૩. ગીતાર્થની નિશ્રામાં મહાસતી (સાધ્વી)ને દીક્ષા આપવામાં આવે. ૪. ગુરુદેવ દૂર હોય તથા ગીતાર્થ મુનિ નજીક હોય ને એમની પાસે
કોઈ વિરક્ત દીક્ષા લેવા આવે તો એની પૂરી પરીક્ષા લીધા પછી વેશ-પરિવર્તન કરાવવામાં આવે અને વિધિપૂર્વક દીક્ષા ગુરુદેવની
પાસે જ અપાવીને એ દીક્ષાર્થીને યોગોવહન કરાવવામાં આવે. ૫. પાટણમાં ગીતાર્થોનો સમૂહ રહે. ચાતુર્માસાવધિમાં બીજાં નગરોમાં ' ૬-૬ ઠાણા (સંખ્યા) અને ગામોમાં ૩-૩ ઠાણા(સંખ્યા)થી ચાતુર્માસ
કરાવવામાં આવે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) 969696969696969696963 ૨૧૧]