________________
કર્યા. પુનઃ એમની કઠોર તપસ્યાથી પ્રભાવિત થઈને મહારાણા જૈત્રસિંહે એમને વિ. સં. ૧૨૮૫માં “તપા'ના બિરુદથી વિભૂષિત કર્યા. આ રીતે વિ. સં. ૧૨૮૫માં જગચંદ્રસૂરિ અને ચત્રવાલગચ્છના ઉપાધ્યાય દેવભદ્રનો સંમિલિત શ્રમણ-શ્રમણી સમૂહ “તપાગચ્છના નામથી પ્રસિદ્ધ થયો.
મેવાડમાં જિનશાસનનો પ્રચાર કર્યા પછી જગચંદ્રસૂરિએ ગુજરાત તરફ વિહાર કર્યો. ગુજરાતમાં પ્રવેશ કરતાં જ શ્રેષ્ઠીવર્ય વસ્તુપાલે સન્માનપૂર્વક તેમનું સ્વાગત કર્યું. શ્રેષ્ઠી વસ્તુપાલે આચાર્ય જગચંદ્રસૂરિને સંપૂર્ણ ગુજરાતમાં ધર્મપ્રચારના કાર્યમાં મહત્ત્વપૂર્ણ સહાયતા પ્રદાન કરી. આચાર્ય જગચંદ્રસૂરિના તપ, ત્યાગ, વિદ્વત્તા અને શુદ્ધ આગમ વિહિત શ્રમણાચાર આદિ ગુણો તથા મંત્રી વસ્તુપાલના દરેક પ્રકારના સહયોગથી ટૂંકાગાળામાં તપાગચ્છ ગુજરાતનું એક શક્તિશાળી અને લોકપ્રિય ગચ્છ બની ગયું. ગુર્જર પ્રદેશમાં ધર્મપ્રચારના પરિણામ સ્વરૂપે જગચંદ્રસૂરિના સાધુ-સાધ્વી સમૂહની સંખ્યામાં પણ પર્યાપ્ત વૃદ્ધિ થઈ. મંત્રી વસ્તુપાલના પ્રીતિપાત્ર મુનીમ વિજયચંદ્ર અને દેવેન્દ્ર નામના તીવ્રબુદ્ધિ કિશોર પણ જગચંદ્રસૂરિ પાસે દીક્ષિત થયા.
(શાખાભેદ ) કાલાંતરે વિજયચંદ્રથી “વૃદ્ધ પૌષાલિક તપાગચ્છ અને દેવેન્દ્રસૂરિથી “લઘુપૌષાલિક તપાગચ્છ' - આ બંને શાખાઓનો જન્મ થયો. વૃદ્ધ પૌષાલિકના આચાર્ય વિજયચંદ્રસૂરિ ધીમે ધીમે શિથિલાચાર તરફ પ્રવૃત્ત થવા લાગ્યા. એમણે સાધુ માટે વસ્ત્રોની ગાંસડી રાખવી, નિત્ય ઘી, દૂધ આદિ વિગય ગ્રહણ કરવા, યથેચ્છ વસ્ત્ર-પ્રક્ષાલન, ફળ, શાક ગ્રહણ કરવા આદિ દોષપૂર્ણ નિમ્ન લિખિત અગિયાર વાતોની છૂટ પ્રદાન કરી : ૧. સાધુએ વસ્ત્રની પોટલીઓ રાખવી. ૨. હંમેશાં વિગય વાપરવાની છૂટ. ૩. વસ્ત્ર ધોવાની છૂટ. ૪. ગોચરીમાં ફળ-શાક ગ્રહણ કરવાની છૂટ. ૫. સાધુ-સાધ્વીઓએ નીવીનાં પચ્ચખાણમાં ઘી વાપરવાની છૂટ. ૬. સાધ્વીએ વહોરી લાવેલ આહાર સાધુએ સ્વીકારવાની છૂટ. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪) 26969696969696969696969 ૨૦૫ |