________________
૭. હંમેશાં બે પ્રકારના પચ્ચકખાણની છૂટ. ૮. ગૃહસ્થોને રાજી રાખવા તેમની સાથે પ્રતિક્રમણ કરવાની છૂટ. ૯. સંવિભાગે દિવસે તેને ઘેર વહોરવા જવાની છૂટ. ૧૦. લેપની સંનિધિ રાખવાની છૂટ. ૧૧. તરતનું જ ગરમ પાણી વહોરવાની છૂટ, વગેરે વગેરે - (પં. કલ્યાણ
વિજયજી દ્વારા લિખિત “તપાગચ્છ પટ્ટાવલી' પૃ. ૧૬૮)
ધીમે ધીમે સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે ક્રિયોદ્ધારના માધ્યમથી સંસ્થાપિત આ યશસ્વિની ક્રિયાનિષ્ઠ તપાગચ્છ પરંપરામાં પણ વિ. સં. ૧૪૫૭ની આસપાસ, તપાગચ્છના પચાસમા પટ્ટધર સોમસુંદરસૂરિને ક્રિયોદ્ધારપરક કઠોર કદમ ઉઠાવીને પોતાનાં શ્રમણ-શ્રમણી વર્ગમાં વ્યાપ્ત શિથિલાચારને દૂર કરવા માટે નિમ્નલિખિત ૩૬ નવા બોલોની (આગમાનુસારી) નિયમો અથવા સુધારો ઘોષણા કરવી પડી : ૧. જ્ઞાન આરાધન-હેતુ હંમેશાં પ ગાથા મોઢે કરવી અને ક્રમવાર ૫
ગાથાનો અર્થ ગુરુ સમીપે ગ્રહણ કરવો. ૨. બીજાને ભણવા માટે હંમેશાં ૫ ગાથા મારે લખવી અને ભણનારા
ઓને ક્રમવાર ૫-૫ ગાથા મારે ભણાવવી. ૩. વર્ષાઋતુમાં મારે ૫૦૦ ગાથાનું, શિશિરઋતુમાં ૮૦૦ ગાથાનું અને
ગ્રીષ્મઋતુમાં ૩૦૦ ગાથાનું સક્ઝાય-ધ્યાન કરવું. ૪. ૯ પદ નવકારમંત્રનું ૧૦૦ વાર સદા રટણ કરું કરવું) ૫. ૫ શકસ્તવ મોટા હંમેશાં એક વખત દેવવંદન કરું અથવા બે વખત,
ત્રણ વખતના પહોરે પહોરે યથાશક્તિ આળસરહિત દેવવંદન કરવું. ૬. દરેક અષ્ટમી ચતુર્દશીએ સઘળાં દેરાસરો જુહારવા, સઘળા મુનિ
જનોને વંદન અને બાકીના દિવસે એક દેરાસરે તો અવશ્ય જવું. ૭. હંમેશાં વડીલ સાધુને ત્રિકાળવંદન, બીજા વૃદ્ધાદિક મુનિજનોનું
વૈયાવચ્ચ-યથાશક્તિ કરું. ૮. ઇરિયા સમિતિ પાળવા માટે સ્થડિલ માગુ કરવા જતાં અથવા
આહાર-પાણી વહોરવા જતાં રસ્તામાં વાર્તાલાપ વગેરે કરવાનું
છોડી દઉં. ૨૦૬ 99999999999) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)