SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ એક દિવસ એક જગ્યાએ કુમારગણિ સાથે તેમનો મેળાપ થયો. કુમારગણિ અને યશોદેવની વચ્ચે આગમોક્ત વિધિ-વિધાનો સંબંધમાં પરસ્પર સૌહાર્દપૂર્ણ વાર્તાલાપ થયો. આચાર્ય યશોદેવ કુમારગણિના તપોપૂત જીવન અને આગમોના તલસ્પર્શી જ્ઞાનથી પ્રભાવિત થયા. કુમારગણિ આચાર્ય યશોદેવ કરતાં શ્રમણપર્યાયમાં જ્યેષ્ઠ હતા. એથી એમણે કુમારગણિને આચાર્યપદે પ્રતિષ્ઠિત કર્યા અને એમનું નામ શીલગુણસૂરિ રાખ્યું. ત્યાર બાદ શીલગુણસૂરિ અને યશોદેવ બંને સાથે જ વિચરણ કરતા કરતા અનેક શ્રાવકોને આગમવિધિમાં સ્થાપિત કરી આગમિક પક્ષની અભિવૃદ્ધિ કરવા લાગ્યા. એક દિવસ શીલગુણસૂરિ અને યશોદેવ વિચરણ કરતા કરતા અણહિલપુર-પાટણ પહોંચ્યા. તેઓ ત્યાં ભગવાન અરિષ્ટનેમિના પ્રાસાદમાં દેવ-વંદન માટે ગયા. એ વખતે એ મંદિરમાં હેમચંદ્રસૂરિની સાથે મહારાજા કુમારપાળ પણ આવ્યા હતા. કુમારપાળે શીલગુણસૂરિ અને યશોદેવગણિને ત્રણ સ્તુતિથી દેવ-વંદન કરતાં જોઈ કુમારપાળે આચાર્ય હેમચંદ્રસૂરિને આશ્ચર્યપૂર્વક પ્રશ્ન કર્યો: “પ્રભુ! આ કઈ રીતની દેવવંદના છે? શું આ વિધિપૂર્વક છે?” હેમચંદ્રસૂરિએ જવાબ આપ્યો : “રાજનું! આ આગમિક-વિધિ છે અર્થાત્ આગમ-સંમત-વિધિ છે.” એ સમયથી શીલગુણસૂરિ અને યશોદેવગણિના વિધિપક્ષની ખ્યાતિ લોકોમાં “આગમિક પક્ષ” તરીકે પ્રચલિત થઈ. આ ઘટનાથી એમ જણાય એ છે કે રાજા કુમારપાળ સમક્ષ હેમચંદ્રસૂરિ દ્વારા શીલગુણસૂરિની વંદનવિધિને આગમિક-વિધિ બતાવવાના કારણે એમના ગચ્છની ખ્યાતિ આગમિક-ગચ્છના નામથી થઈ. શીલગુણસૂરિએ પોતાના જીવનકાળમાં આગમિક પક્ષનો દેશના વિભિન્ન ભાગોમાં વિચરણ કરી પ્રચાર-પ્રસાર કર્યો અને ચિરકાળ સુધી વિશુદ્ધ સંયમનું પાલન કરી તેઓ સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા. એમના સ્વર્ગારોહણ બાદ આગમિકગચ્છના બીજા આચાર્ય દેવભદ્રસૂરિ થયા. - ૨. શ્રી દેવભદ્રસૂરિ આગમિકગચ્છના દ્વિતીય આચાર્ય દેવભદ્રસૂરિ આગમોના મર્મજ્ઞ, વિધિમાર્ગનો પ્રચાર કરવામાં કુશળ ને જિનશાસનના પ્રભાવક આચાર્ય હતા. દેવભદ્રસૂરિના સ્વર્ગારોહણ બાદ આગમિકગચ્છના ત્રીજા આચાર્ય ધર્મઘોષસૂરિ થયા. એમના સ્વર્ગારોહણ બાદ ચતુર્થ આચાર્ય યશોભદ્રસૂરિ થયા. યશોભદ્રસૂરિના સ્વર્ગારોહણ પછી એમની પાટ પર ત્રણે શ્રમણવર્યોને એકસાથે આચાર્ય બનાવવામાં આવ્યા. એમના નામ જન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૪) 26369696969696969696960 ૧૯૯]
SR No.005688
Book TitleJain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages282
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy