________________
છે. સર્વાનંદસૂરિ, અભયદેવસૂરિ અને વજસેનસૂરિ. આ ત્રણ આચાર્યોના દીર્ઘકાલીન આચાર્યકાળ બાદ આગમિકગચ્છના છઠ્ઠા પટ્ટધર આચાર્ય જિનચંદ્રસૂરિ થયા. વ્યાખ્યાન શૈલીમાં એમનું નવ રસ પર પ્રભુત્વ હતું. આચાર્યશ્રીની આ પ્રકારની ચમત્કારપૂર્ણ વ્યાખ્યાન શૈલી પર મુગ્ધ થઈને ગુહિલવાડના મોખરા નામના રાજાએ એમની વાણીને ‘નવરસાવતાર તરંગિણી’ના બિરુદથી વિભૂષિત કરી.
સંભવત: જંઘાબળ ક્ષીણ થવાના કારણે આચાર્ય જિનચંદ્રસૂરિ લાંબા સમય સુધી ગુહિલવાડની રાજ્યની રાજધાની લોલિયાણક નગરમાં રહ્યા. એમના પર સરસ્વતીની પૂર્ણ કૃપા હતી. રાજા અને પ્રજા દરેક એમના પ્રતિ અસીમ આદરભાવ રાખતા હતા.
એક વખતે નગરમાં દામોદર નામના એક પંડિત અન્ય આઠ યાજ્ઞિક પંડિતોને સાથે લઈને આવ્યા. એણે લોલિયાણક નગરમાં વાજપેયી યજ્ઞનું આયોજન કર્યું. જેમાં લગભગ એક લાખ મુદ્રાઓના વ્યયનું અનુમાન હતું. યજ્ઞ માટે અનેક પ્રકારની મૂલ્યવાન સામગ્રીની સાથે-સાથે વાજપેયી યજ્ઞમાં બલિ ચઢાવવા માટે ૩૨ બકરાંને પણ યજ્ઞસ્થળે લાવવામાં આવ્યાં. ‘વાજપેયી યજ્ઞમાં બકરાની બલિ આપવામાં આવશે' એવી વાત પ્રસરતાં જ અહિંસાપ્રેમી પ્રજામાં ખળભળાટ મચી ગયો. આ હિંસા રોકાવવા માટે આચાર્યશ્રીએ રાજા સમક્ષ નિવેદન કરી એવી રાજાશા પ્રસારિત કરાવી કે - ‘યાજ્ઞિકો અને આચાર્ય જિનચંદ્રસૂરિની વચ્ચે યજ્ઞમાં પશુઓની બલિ માટે શાસ્ત્રાર્થ થાય. શાસ્ત્રાર્થમાં જે પક્ષ વિજયી થાય એની ઇચ્છાનુસાર યજ્ઞમાં પશુઓના બલિ વિશે નિર્ણય લેવામાં આવશે.' ગુહિલરાજ મોખરાની રાજ્યસભામાં આ શાસ્ત્રાર્થ ૧૮ દિવસ ચાલ્યો. અંતિમ દિવસે આચાર્યશ્રીએ પંડિત દામોદર અને તેના ૮ પંડિત સાથીઓને શાસ્ત્રાર્થમાં નિરુત્તર કરી દીધા. રાજાએ આચાર્યશ્રીને વિજય-પત્ર આપ્યો અને સાથોસાથ બલિ માટે લાવવામાં આવેલાં ૩૨ બકરાંને અભયદાન પ્રદાન કર્યું.
આ પ્રકારે આગમિકગચ્છના છઠ્ઠા આચાર્ય જિનચંદ્રસૂરિએ પોતાના આચાર્યકાળમાં જિનશાસનની મહાન પ્રભાવના કરી.
આચાર્ય જિનચંદ્રના સ્વર્ગારોહણ પછી ક્રમશઃ સાતમા પટ્ટધર વિજયસિંહસૂરિ, આઠમા પટ્ટધર અભયસિંહસૂરિ અને નવમા પટ્ટધર અમરસિંહસૂરિ આચાર્યપદે પ્રતિષ્ઠિત થયા; જે આગમમર્મજ્ઞ, વાદ નિષ્ણાત અને શાસન પ્રભાવક હતા.
૨૦૦ ૭૩
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)