________________
આચાર્ય સિદ્ધસિંહે કહ્યું: “વત્સ! વાસ્તવિકતા તો એ છે કે જે શ્રમણશ્રમણીવર્ગ આગમોક્ત ક્રિયા કરનાર અને નિરતિચાર સંયમનું પાલન કરનાર છે, તે આરાધક છે. એનાથી વિપરીત જેઓ આગમોમાં પ્રતિપાદિત વિશુદ્ધ શ્રમણાચારનું પાલન નથી કરતા, આગમ-વચનની અવહેલના કરી પોતાના શ્રમણજીવનમાં અતિચાર લગાવે છે, તેઓ વિરાધક છે.”
આચાર્યદેવના મુખેથી આરાધક અને વિરાધકની આગમ પ્રતિપાદિતા વ્યાખ્યા સાંભળી કુમારમુનિએ આરાધક શ્રમણ તરીકે પોતાનું જીવન વ્યતીત કરવા માટે પોતાના ગુરુ પાસે આજ્ઞા અને આશીર્વાદની યાચના કરી. આચાર્ય સિદ્ધસિંહે મુનિકુમારને તેની ઈચ્છા અનુસાર આજ્ઞા પ્રદાન કરતાં કહ્યું: “વત્સ! તમે એક સફળ આરાધક તરીકે તમારું જીવન વ્યતીત કરતાં કરતાં આગમ પ્રતિપાદિત શ્રમણ-મર્યાદાઓની પુનઃ પ્રતિષ્ઠાપના કરો.”
પોતાના ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરી મુનિકુમારે આગમ વિધાન અનુરૂપ આચરણ અને ઉપદેશ કરવાની પ્રતિજ્ઞા કરી પોતાના ગુરુના ઉપાશ્રયથી વિહાર કર્યો. સમગ્ર વિહારયાત્રા દરમિયાન અનેક સ્થળોએ આગમોક્ત ઉપદેશ આપતાં જિનશાસનના પ્રચાર-પ્રસારનું કાર્ય કરવાનું શરૂ કરી દીધું.
એ દિવસોમાં પૂર્ણિમાગચ્છના આચાર્ય દેવભદ્રસૂરિના ઉપદેશથી યશોદેવ નામની એક વ્યક્તિ પ્રબુદ્ધ થઈ. એ વ્યક્તિએ વિ. સં. ૧૧૯૬માં દેવભદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરુની પાસે શાસ્ત્રોનું અધ્યયન કરી, દરેક વિદ્યાઓમાં યશોદેવમુનિએ નિપુણતા પ્રાપ્ત કરી. એક દિવસ યશોદેવમુનિએ પણ કુમારમુનિની જેમ જ ગુરુને પ્રશ્ન કર્યો: “ભગવંત! આજે સર્વત્ર આગમથી વિપરીત આચરણ કેમ થઈ રહ્યું છે?” જવાબમાં દેવભદ્રસૂરિએ કહ્યું : “વત્સ ! કાળના પ્રભાવથી વિપરીત આચરણ કરનારનું બાહુલ્ય હોવાના લીધે શ્રમણાચારમાં શૈથિલ્યનું પ્રાચુર્ય છે. આવા સમયમાં આગમોક્ત વિધિથી શ્રમણાચારનું પાલન મુશ્કેલ છે.”
પોતાના ગુરુની વાત સાંભળી યશોદેવ મુનિએ પણ એક સાચા આરાધકની જેમ આગમોક્ત વિધિથી પોતાનું જીવન સાર્થક કરવાનો નિશ્ચય કરી લીધો. અને વિ. સં. ૧૨૧રમાં પોતાના ગુરુ પાસેથી આચાર્યપદ પ્રાપ્ત કરી અલગ વિચરણ કરવાનો પ્રારંભ કર્યો. આચાર્ય યશોદેવે વિ. સં. ૧૨૧૪માં આગમ પક્ષની સ્થાપના કરી. આ પ્રકારે આમિક પક્ષનો પ્રચાર-પ્રસાર કરતાં કરતાં આચાર્ય યશોદેવ વિવિધ સ્થળોએ ભવ્યજીવોને આગમિક માર્ગ પર આરૂઢ કરતા ગયાં. ૧૯૮ 9999996969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)