________________
૭. કેશલોચન જેવી કઠોર શ્રમણચર્યાનો ત્યાગ કરવો. ૮. મુખશુદ્ધિ માટે તાંબૂલ ચર્વણ કરવું. ૯. ઘી, દૂધ, ફળ, ફૂલ આદિનું યશષ્ટ સેવન કરવું. ૧૦. સચેત ઠંડા પાણીનો પીવાના કામમાં ઉપયોગ કરવો. ૧૧. ગમન-આગમન માટે પાલખીનો ઉપયોગ કરવો. ૧૨. વસ્ત્ર-પાત્ર આદિનો સંગ્રહ કરવો. ૧૩. પથારીમાં સૂવું. ૧૪. તેલ માલિશ - મર્દન કરવું. ૧૫. નાનાં બાળકોનાં માતા-પિતાને ધન આપી શિષ્ય પરિવારને
વધારવા માટે બાળકોની ખરીદી કરવી. ૧૬. ચિકિત્સા, મંત્ર-તંત્ર આદિના માધ્યમથી પોતાના જીવનને સુખી
બનાવવા ધન ઉપાર્જન કરવું. ૧૭. જિનેન્દ્ર પ્રભુની પૂજામાં આરતી કરવી, હવન કરવો. ૧૮. ઇચ્છાનુસાર જૈનમંદિરો, પૌષધશાળાઓ અને વ્યાખ્યાન ભવનોનું - નિર્માણ કરાવવું.. ૧૯. મહિલાઓ સાથે સંપર્ક રાખવો, એમની સમક્ષ વ્યાખ્યાન આપવું,
ભજન-કીર્તન કરવું. ૨૦. સ્વર્ગસ્થ થયેલા પોતાના ગુરુઓના દાહ-સંસ્કાર સ્થળે સ્મારક
ચબૂતરા બનાવવા. ૨૧. ઉપવાસ આદિ કઠોર તપની કોઈ વિશેષ આવશ્યકતા નથી છે એમ માનવું.
આ રીતે ચૈત્યવાસીઓએ શ્રમણજીવનને એક સુસમૃદ્ધ ગૃહસ્થજીવન સમાન સુખ-સુવિધાથી પરિપૂર્ણ બનાવી દીધું. આ પ્રકારની સ્થિતિમાં આગમાનુસાર જૈન ધર્મના આધ્યાત્મિક વિશુદ્ધ સ્વરૂપ અને દુષ્કર-કઠોર શ્રમણાચારને કિયોદ્ધારના માધ્યમથી પુનઃ પ્રતિષ્ઠિત કરવાના અતિ પાવન કાર્યમાં વર્ધમાનસૂરિ આદિ મહાન આચાર્યોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે તેની કલ્પના પ્રબુદ્ધ વાચક સહજ રીતે કરી શકે છે. જેન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) 999999999999૧૯૧|